શનિવાર, 21 એપ્રિલ, 2012

ઔષધિ તરીકે ઉપયોગી


*લીંબુનું શરબત 

* ગૅસ, અજીર્ણ, અરુચિમાં લીંબુ શરબત      

     આપવાથી ફાયદો થાય છે.

* ઝાડા, ઊલટી કે કૉલેરા થયા હોય તેવા દર્દીને ઊકાળીને અડધું કરેલું પાણી વાપરી શરબત  બનાવીને આપવાથી ફાયદો થાય છે.  

*વરિયાળીનું શરબત

*આ શરબત પીવાથી તરસ છીપે છે. થાક ઉતરે  છે. ભોજન માટે રુચિ પેદા થાય છે. ભૂખ લાગે છે.

*ગુલાબનુંશરબત                                                                   

*ગરમીના રોગોને અટકાવે છે અને મટાડે છે. કબજિયાતના દર્દી માટે તો ખૂબ ફાયદાકારક છે.

*તરબૂચ

* તરબૂચ ખાવાથી તરસ છીપે છે.

*યકૃતના સોજામાં કે દુર્બળતામાં તે લાભદાયી છે.

* ગરમીને કારણે માથાનો દુખાવો થયો હોય તો તેમાં તરબૂચનું શરબત રાહત આપે છે.

*સક્કરટેટી

*સક્કરટેટી કબજિયાત દૂર કરનાર, બળ આપનાર તેમજ શીતળતા આપનાર છે.

* પેશાબ સાફ લાવે છે અને પેશાબ વધારે છે.

*પપૈયું

* ખાવાની રુચિ ઉત્પન્ન કરનાર, ઝાડો અને પેશાબ સાફ લાવનાર.

*યકૃત, બરોળ વગેરેના રોગોમાં ઉપયોગી છે.

* આંતરડાના કૃમિ બહાર કાઢે છે.

*સંતરા

* તરસ, બળતરા અને અરુચિને દૂર કરે છે.

* લોહી શુદ્ધ થાય છે, ભૂખ ઉઘડે છે,પાચનશક્તિ વધે છે, કૃમિ નાશ પામે છે,

  આંતરડાને સાફ કરે છે.

* આ તેલ સૌંદર્ય-પ્રસાધન તરીકે તેમજ દવાઓમાં વપરાય છે.

*જાંબું

* જાંબું ભૂખ લગાડનાર, લોહી શુદ્ધ કરનાર તેમજ બરોળ અને પાંડુરોગમાં ઉપયોગી છે.

*જાંબુંના ઠળિયાં પણ ઔષધિ તરીકે ઉપયોગી છે.


*સીતાફળ

* શક્તિ આપે છે, ગુણમાં ઠંડાં છે, લોહી વધારે છે.

*નાળિયેર

* લીલાં નાળિયેરનું પાણી પચવામાં હલકું છે,ભૂખ લગાડનાર અને તરસ છીપાવનાર છે. પેશાબને  સાફ લાવે છે.

*શ્રીફળમાંથી કોપરું નીકળે છે તે શક્તિવર્ધક છે, વજન વધારે છે.

* સુકું કોપરું માંસવર્ધક અને દાહને મટાડનાર છે.

*કોપરામાંથી નીકળતા તેલને કોપરેલ કહેવાય તે ખોરાક તરીકે તથા વાળમાં નાખવાના તેલ તરીકે ઉપયોગ થાય છે.

*ઔષધ તરીકે કોપરેલ ઘા-જખમને રૂઝાવનાર તેમજ બળતરા મટાડનાર છે.

*અજમો

*અજમો ખાવાથી જમવામાં રુચિ પેદા થાય છે, ભૂખ લાગે છે અને ખોરાકનું પાચન સારી રીતે થાય છે.

*પેટમાં દુખાવો, ઉબકા,ઉધરસ વગેરેમાં ઉપયોગી છે.

*આદું

*  ખોરાકને પચાવે છે, રુચિ પેદા કરી ભૂખ લગાડે છે.

*  આદું મોંમાં રાખવાથી અવાજ ચોખ્ખો અને સારો થાય છે.

*  મંદાગ્નિ, શરદી, ઉધરસ વગેરેમાં ઉપયોગી છે.

*આમલી

* ભૂખ લગાડે, ખોરાકનું પાચન કરે, મળશુદ્ધિ કરાવવાનો ગુણ પણ છે.

*  અરુચિ દૂર કરે છે, લૂ લાગી હોય તો રાહત આપે છે.

*કોકમ

*  જઠરાગ્નિને સતેજ કરે છે, તરસ ઓછી લાગે છે

*  ચીકણા ઝાડા થતા હોય તેમણે કોકમનો ખાસ ઉપયોગ કરવો.

* ખટાશ ખાવાની મનાઇ છે ત્યાં ત્યાં કોકમનો ઉપયોગ થઇ શકે છે.

*કોથમીર

*  રુચિ પેદા કરી ભૂખ લગાડે છે, પાચન કરાવે છે.    

*  ગરમ ઋતુમાં કોથમીર ખાવાથી ફાયદો થાય.       

*જીરું

*  ભૂખ લગાડે, ખોરાકનું પાચન કરાવે છે.

*  ઝાડા, આફરો, મંદાગ્નિ વગેરેમાં ઉપયોગી છે.     

*ધાણા

* તરસ, દાહ, ઝાડા વગેરેમાં ઉપયોગી છે.

*ફુદીનો

*  શરદી, ગૅસ વગેરે મટાડે છે.

*મરચું

*  ખોરાકમાં રુચિ પેદા કરે, ભૂખ લગાડે, પાચન કરાવે છે.

*મરી

*  મરી કફ અને વાયુના રોગોમાં ખાસ વપરાય છે.

*  પાચનશક્તિને સતેજ કરવાનો ગુણ છે.

* શરદી, ઉધરસ, શિરશૂળ, ચક્કર વગેરે મટાડે છે.

*મીઠું

* ઝેર પેટમાં ગયું હોય તો તે દર્દીને ઊલટી કરાવી નાખવા રાઇ અને મીઠાનાચૂર્ણને મેળવી પાયાકરવું.

*  અરુચિ દૂર કરવા લીંબુની ફાડમાં મીઠું ભભરાવીને ચૂસવું.

*મીઠો લીમડો

*  રુચિ પેદા કરે, ભૂખ લગાડે અને પાચન કરાવે.                            

*મેથી

*  ભૂખ લગાડે, પચવામાં હલકી છે.

*  કેડનો દુખાવો, એડીનો દુખાવો, સાંધાનો  દુખાવો વગેરે મટાડે છે.        

 * દાડમ

*  દાડમ ખાવાથી શરીરમાં બળતરા અને તાવ દૂર થાય, ખૂબ ઝાડા થઇ ગયા હોય તો દાડમથી અંકુશ આવે છે.

* પેટમાં થતી કૃમિ, મોંમાં થતાં ચાંદા મટાડે છે.       

*  દાડમમાં લોહતત્વ વધારે હોય છે

* કેરી

* કેરી લોહી અને માંસની વૃદ્ધિ કરે છે. આંતરડા સાંફ રાખે છે, વજન વધારે છે, શરીરનો વાન ઊજળો કરે છે.

*કેરીમાં વિટામિન ‘એ’ ભરપૂર પ્રમાણમાં હોય છે.       

* આંબળાં

*  આંબળાંમાં વિટામિન ‘સી’ અને લોહતત્વ રહેલાં છે.

* આંબળાં લોહીને શુદ્ધ કરે છે,આંખોનું તેજ વધારે છે.

*  શરીરની ગરમીને ઓછી કરે છે. નવું લોહી ઉત્પન કરે છે. આરોગ્ય અને આયુષ્ય વધારનાર છે

 *બોર

* બોર રુચિકર અને સ્ફુર્તિદાયક છે. બોરનું ફળ મળ સાફ લાવે છે.

*શરીરને શક્તિ આપે છે, થાક મટાડે છે,હૃદયને બળ આપે છે, બાળકોને કૃમિ મટાડે છે.

  *જમરૂખ

* જમરૂખને જામફળ નામથી ઓળખાય છે. તે સાત્વિક, બુદ્ધિવર્ધક યાદશક્તિ વધારનાર,ખાવામાં રુચિકર ફળ છે.

* તે ઠંડકનો ગુણ ધરાવતું ફળ છે, ચક્કર આવતાં હોય,પેટમાં કૃમિની ફરિયાદ હોય, કબજીયાત રહેતી હોય તે સૌને માટે જામફળ ખાવું હિતાવહ છે.


*સૂકી કાળી દ્રાક્ષ

*દ્રાક્ષ ખાવાથી શક્તિ, સ્ફુર્તિ, વજન અને શરીરસૌંદર્ય પ્રાપ્ત થાય છે

* તે આંખોનું તેજ વધારે છે, સ્વર ચોખ્ખો થાય છે, કબજિયાત દૂર થાય, થાક લાગ્યો હોય તો ઊતરી જાય છે.

* દ્રાક્ષના રસમાંથી દ્રાક્ષાસવ જેવી ઔષધિપણ બનેછે.

 *ખારેક- ખજૂર

*ખજૂર લોહતત્વથી ભરપૂર શક્તિવર્ધક ફળ છે. શરીર મજબૂત અને બળવાન બને, વજન વધે.

* લીમડો

* લીમડો ચામડીના રોગોમાં ઉપયોગી છે. લીમડાના મોરનો રસ પીવાથી ચેપી રોગ, મૅલેરિયા તાવને પણ મટાડે છે.

*પેટમાં થયેલા કૃમિને પણ દૂર કરે છે, લીમડો હવાને પણ શુદ્ધ કરે છે.

*તુલસી

*વાયું, કફ, સોજો, ક્રુમિ, અને ઊલટીનો નાશ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારી અનેક રોગો સામે રક્ષણ આપે છે.

*શરદી, ખાસી, શ્વાસ, કફના રોગોમાં તુલસીના રસને આદુના રસ અને મધ સાથે પીવાથી ફાયદો થાયછે.

*ગરમાળો

* ગરમાળો મધુર, શીતળ ને મૃદુરેચક છે. જે શૂળ, તાવ, ચામડીના રોગો, કબજિયાત, કૃમિ વગેરેમાં ઉપયોગી છે.

* ગરમાળાની શીંગમાંથી નીકળેલ ગોળ બાળકોના કબજિયાતમાં સુખ વિરેચન તરીકે વપરાય છે

*કુવારપાઠું

*કુવારપાઠું એક દિવ્ય ઔષધિ છે અને તેનો ઘણા બધા રોગોમાં ઉપયોગ થાય છે સ્ત્રીઓ માટે તે આશીર્વાદ સમાન છે.

*પિતદોષો, ખાંસી, પ્લીહાના રોગો, યકૃતના રોગો, તાવ, ગાંઠો, ચામડીના રોગો તથા પેટના રોગોમાં કુંવારનો રસ હળદર નાંખીને પીવાથી ફાયદો થાય છે.
ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો