Powered By Blogger

શનિવાર, 21 એપ્રિલ, 2012

*ગુજરાત બનશે બિગર એન્ડ બેટર ઈઝરાયલ*

*ગુજરાત બનશે બિગર એન્ડ બેટર ઈઝરાયલ*

ઉંદરેલ પ્રાથમિક શાળા તા-દસ્ક્રોઇ જિ-અમદાવાદ
સ્થાપના વર્ષ -૧/૫/૧૯૩૫

* પ્રસ્તાવના *
આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે . જેમાં 70 % થી 80% લોકો ગામડામાં રહી ખેતી કરી જીવન નિર્વાહ કરે છે . દેશના અર્થતંત્રમાં ખેતી હજુ પણ ચાવીરૂપ સ્થાન ધરાવે છે. આ સ્થિતિમાં ઘણા વર્ષો સુધી ફેરફાર થવાના કોઇ સંજોગો નથી કારણ કે વધતી જતી વસ્તીનો પ્રાથમિક જરૂરીયાતનો ખેતી સિવાય બીજો કોઇ વિકલ્પ હોઇ શકે નહીં, પરંતુ અત્યારે આધુનિક જમાનામાં ખેતીની પધ્ધત્તિઓ પણ આધુનિક હોવી જરૂરી હોવાથી ઓછા ખર્ચે અને ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવી આજનો ખેડૂત આર્થિક રીતે સધ્ધર બને તે પણ ખૂબ જરૂરી છે તેથી ખેતીમાં આધુનિક જમાના પ્રમાણે આધુનિક ટેકનોલોજીની પધ્ધત્તિઓ જરૂરી છે.  ખેતીના વિકાસનો આધાર ખેતપેદાશના ખરીદ વેચાણ માટે સુવ્યવસ્થિત બજારોના વિકાસ પર અવલંબે છે . વધુ ઉત્પાદન માટે ખેડુતોનો ઉત્સાહ વધે એવી રીતનું એક તૈયાર બજાર મળી રહે તેમજ તેની પેદાશની વ્યાજબી કિંમત આવે અને તેના માટે પ્રેરણારૂપ બની રહે છે. આ હેતુ સિધ્ધ કરવા માટે ભારતભરમાં નિયંત્રીત બજારો સ્થાપી માર્કેટયાર્ડમાં ખેત પેદાશની વ્યાજબી આધુનિક વેચાણ વ્યવસ્થા અને સવલતો માલ વેચનારને મળી રહે અને બજારમાં ખેડૂત ગૌરવભેર  પોતાના માલનું વેચાણ કરી શકે તેવી કાયદાકીય જોગવાઇ કરવામાં       આવેલી        છે.

આધુનિક ખેતી પઘ્ધતિમાં સૂક્ષ્મતત્વોનું પાક ઉત્પાદનમાં મહત્વ

                        સુક્ષ્મ તત્વોનું પાક ઉત્પાદનમાં મહત્વ આધુનિક ખેતી પઘ્ધતિમાં વધુ ઉત્પાદન આપતી જાતોનું વાવેતર વધતાં રાસાયણિક ખાતરોનો વપરાશ પણ બહોળા પ્રમાણમાં થવા લાગેલ છે. આ પરિસ્થિતિમાં પાક દ્વારા છોડ ને જરૂરી પોષક તત્વોનો ઉપાડ વધુને વધુ પ્રમાણમાં થાય તે સમજાય તેવી હકીકત છે. આ તત્વોમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, અને પોટાશ જેવા મુખ્ય પોષક તત્વો ઉપરાંત ગંધક, લોહ, મેંગેનીઝ, બોરોન, અને મોલિબ્ડેનમ જેવા ગૌણ અને સૂક્ષ્મતત્વોનો જમીનમાંથી ઉપાડ વર્ષોથી પાક દ્વારા થઇ રહેલ છે. વધુ ઉત્પાદન આપતા પાકો ઉગાડવાથી જમીન માંથી આ તત્વોનું શોષણ પણ વધુ પ્રમાણમાં થાય છે. આ તત્વોની ધીરે ધીરે જમીનમાં ઉણપ વર્તાવા લાગે છે. દેશી ખાતરોમાં આ તત્વોનો પુરવઠો વિશેષ હોય છે. આથી જયાં દેશી ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં તેમની પૂર્તિ અજાણતા થતી રહે છે. આ તત્વોની જરૂરીયાત સૂક્ષ્મ હોવા છતાં તેમની અગત્યતા મુખ્ય તત્વો જેટલી જ હોવાથી તેમની અવગણના થઇ શકે નહી. આવશ્યક તત્વોની ખાસિયત પ્રમાણે એકપણ સૂક્ષ્મતત્વની ખામીથી છોડનો વિકાસ રૂંધાય છે. વૃઘ્ધિ એટલે છે અને ઉતાર ઘટે છે. સૂક્ષ્મતત્વ અનેકવિધ કાર્યમાં સંકલિત હોવા ઉપરાંત ઉત્સેચક કિયામાં પણ અગત્યનો ભાગ ભજવે છે . જમીનમાં જે તે તત્વની અછત ઉભી થતાં સુલભ્યતા ઘટે છે અને છોડની દેહધાર્મિક પ્રક્રિયામાં વિક્ષેપ પડતાં તેની ઉણપના વિશિષ્ટ ચિહનો પ્રદર્શિત થાય છે અને પરિણામ સ્વરૂપ પાકનો ઉતાર ઘટે છે. સૂક્ષ્મતત્વોના આ મહત્વને કારણે જમીનમાં તેની સુલભ્યતા પ્રમાણસર જળવાઇ રહે તે જરૂરી છે.સૂક્ષ્મતત્વોની જરૂરીયાત અને અગત્યતા છે - મુખ્ય તત્વોની સરખામણીમાં સૂક્ષ્મતત્વોની જરૂરીયાત ખુબજ ઓછી હોવા છતાં તેનું મહત્વ જરાપણ ઓછું નથી. દા.ત. ડાંગરના પાકને પ્રતિ હેકટરે ૧૫૦ કિ.ગ્રા. નાઇટ્રોજનની જરૂરીયાત સામે જસતની માત્રા ૧૫૦-૨૫૦ ગ્રામ અને મોલિબ્ડેશન ફકત ૧૦-૧૨ ગ્રામ જેટલી જ જરૂરીયાત હોવા છતાં આટલી નાની માત્રા જો છોડને ન મળી શકે તો પાક તેનું મહતમ ઉત્પાદન આપી શકતો નથી અથવા અન્ય પોષકતત્વોનો કાર્યક્રમ ઉપયોગ થઇ શકતો નથી. આમ સુક્ષ્મતત્વો આવશ્યક પોષક તત્વો હોવાથી તેની અવગણના થઇ શકે નહી. આવશ્યક પોષકતત્વોમાં એક તત્વની જરૂરીયાત બીજા તત્વથી સંતોષી શકાતી ની. દા.ત. કઠોળવર્ગના પાકોમાં મૂળ પરની ગાંઠોમાં આવેલ રાઇઝોબિયમ સુક્ષ્મ જીવાણુઓ દ્વારા હવામાના નાઇટ્રોજનનું જૈવિક સ્થિરીકરણ, મોલિબ્ડેનમની ગેરહાજરીમાં કે તેનું અપુરતુ પ્રમાણ હોય તો બરાબર શકય બનતું નથી. તેજ પ્રમાણે તાંબાની ઉણપ અનાજના દાણા બરાબરા ભરાતા નથી. બોરોનની અપૂરતી માત્રાથી છોડના જૈવિક કોષો મજબુત બનતા નથી અને મેંગેનીઝની ઉણપ છોડની પ્રકાસ સંશ્વ્લેષણની પ્રક્રિયા માટે જરૂરી કલોરોફીલના પ્રમાણને ઘટાડે છે. તેવી જ રીતે જસતના અપૂરતા પ્રમાણથી છોડની વૃઘ્ધિ માટે જરૂરી ઉત્સેચકની પ્રક્રિયા બરાબર થતી નથી, તેથી છોડનો વિકાસ અટકી જાય છે. જમીનમાં જે તે તત્વની સુલભ્યતા ઘટતાં તેની અછત વર્તાય છે અને ઉપર મુજબની પરિસ્થિતીનું નિર્માણ થાય છે, તેથી ઉત્પાદન ઘટે છે. જમીનમાં સૂક્ષ્મતત્વોની સુલભ્યતાને અસર કરતા પરિબળો છે- મુખ્ય પરિબળોમાં જમીનનો અમ્લતા આંક, ઝીણી માટીનું પ્રમાણ, સેન્દ્રિય તત્વોની માત્રા તથા જમીનમાં રહેલો ભેજ અને અન્ય તત્વો સાથેનો પારસ્પરિક સંબંધ અગત્યનો છે, હલકા પ્રતવાળી રેતી, ખડ કાળ, પત્થરિયા, ચુનખડ,

ક્ષારીય કે ઓછા નિતારવાળી અને ઉંચા અમ્લતા આંકવાળી, ભાસ્મિક જમીનોંમાં તથા જમીનના ઉપલા પડનું ધોવાણ થયેલ હોય અથવા સુલભ્ય ફોસ્ફેટની માત્રા વિશેષ હોય તેવી જમીનોમાં સુક્ષ્મતત્વોની ખામી વિશેષ વર્તાય છે. આ બધા પરિબળો પૈકી જમીનનો અમ્લતા આંક ખુબ જ અગત્યનું પરિબળ છે. સામાન્ય રીતે તટસ્થ પી.એચ. ૭ ની આરપાર નો આંક આ તત્વોની સુલભ્યતા માટે વિશેષ અનુકુળ હોય છે. જમીનમાં કોઇ પણ પરિબળ માટે વિપરીત સંજોગોનું નિર્માણ પરિસ્થિતી લંબતા છેવટે તેની પાક ઉત્પાદન પર માઠી અસર થાય છે. સુક્ષ્મતત્વોના કાર્યો અને ઉણપના ચિહનો-તત્વ લોહ, કાર્યો બીજા તત્વોના અવશોષણમાં મદદ કરે છે. નાઇટ્રોજન તથા સલ્ફેટ અપચયન (રીડકશન) કરી સાદા તત્વોમાં રૂપાંતર કરે છે. જુદા જુદા પ્રોટિન્સ બનવા માટે જરૂરી છે. અછતના ચિહનો  ટોચ પરના પાન પીળા પડે છે, પણ ધોરી નસ લીલી રહે છે, વિકટ પરિસ્થિતીમાં ટોચના પાન સફેદ જેવા થઇ જાય છે તથા તેની ટોચ અને કિનારી બળી જાય છે. મગફળીના પાકમાં લોહની ઉણપના લાક્ષણિક ચિહનોનું નિવારણ તેની પૂર્તિ દ્વારા થાય છે. જસત  વનસ્પતિમાં ઉત્પન્ન થતાં અંતર્સ્ત્રાવોને અસર કરે છે. વનસ્પતિ દ્વારા થતા પાણીના વપરાશ સાથે સંકળાયેલ છે. - છોડના અગ્ર ભાગના પાન પીળા પડી જાય છે. કોઇક વખત પાન પર પરખીરીયા રંગના રતાશ પડતા ડાધ પડે છે. પાન પર પીળા રંગની પટ્ટી વિકાસ પામે છે. આંતર ગાંઠો ટૂંકી રહે છે. પાન નીચે તરફ વળે છે. પાક ઉત્પાદન ઓછુ મળે છે. તાંબુ- એમિનોએસિડ તથા પ્રોટીન્સ દ્વારા બનતાં ઘણા પાનમાં પદાર્થો સાથે સંકળાયેલ છે છોડ દ્વારા લેવાતા એમોનિકલ નાઇટ્રોજન માટે અગત્યનો છે. વનસ્પતિમાં શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન કરે છે. લોહ લેવામાં મદદકર્તા હોઇ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં ઉપયોગી છે. - આંતરિક શીરા વચ્ચેનો ભાગ પીળાશ પડતો સફેદ થાય છે. પાનની ટોચ સુકાઇ જાય છે., મેગેંનિઝ - હરિતકણોના ઉત્પાદનમાં મદદ કરે છે. વનસ્પતિમાં થતી આંતરિક ક્રિયામાં ઉદીપક તરીકે કાર્ય કરે છે. શ્વાસોશ્વાસની તથા પ્રોટીન બનાવવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. - ટોચ પરના પાન ફીક્કા પડે છે. વચ્ચેના પાન પર તપખીરીયા રંગની જાળી પડે છે. મોલિબ્ડેનમ -નાઇટ્રેટનું એમોનિયામાં રૂપાંતર કરે છે, કઠોળ પાનનો અગ્રભાગ ચાબુક જેવો આકાર ધારણ વર્ગના પાકોને હવામાના નાઇટ્રોજન મેળવવાની કરે છે. પાનની કિનારી તૂટી જાય છે. અને શકિતમાં વધારો કરે છે. - વિકૃત થઇ જાય છે. બોરોન છોડમાં કેલ્શીયમને દ્રાવ્ય સ્વરૂપમાં રાખે છે, પોટેશીયમ કેલ્શિયમ ગુણોત્તરનું નિયમન કરે છે. છોડના એક ભાગમાંથી બીજા ભાગ તરફ શર્કરાની હેરફેર માટે જરૂરી છે. - ઉગતિ કળીની આજુબાજુના પાન નીલવર્ણા થઇ જાય છે. આંખો મરી જાય છે. છોડનો વિકાસ અટકે છે અને દાણા બેસતા નથી.છોડમાં જયારે ઉણપ વર્તાય ત્યારે આ તત્વોના લાક્ષણિક ચિહનો છોડના જુદાજુદા ભાગો ઉપર જોવા મળે છે, જેમ કે સારી રીતે પામતા તત્વોમાં ઉણપના ચિહનો પ્રથમ છોડના નીચેના પાન પર જોવા મળે છે. જયારે તેના વિરૂદ્ધ વહન ન થઇ શકે અથવા પ્રમાણમાં ઓછા વહન થઇ શકે તેવા તત્વોની ઉણપના ચિહનો પ્રથમ કુમળા નવા પાન ઉપર જોવા મળે છે. દા.ત. જસત, લોહ, મેંગેનીઝ, તાંબુ અને બોરોન પ્રમાણમાં ઓછી વહનતા ધરાવે છે. જયારે મોલિબ્ડેનમ મઘ્યમ અને કલોરીન જેવા તત્વો નાઇટ્રોજનની માફક સારી વહનશીલતા ધરાવે છે. ખાસ કરીને છોડનાં પાન પીળા પાડવાનું લક્ષણ ઘણા તત્વોની ઉણપના લીધે જોવા મળતું હોય છે. આ સંજોગોમાં છોડના પાન પર નીલકણોની ઉણપ વર્તાય છે અને તેની પાન પીળા પડે છે. તે ઘ્યાનમાં હોવાથી ઉણપવાળુ તત્વ નક્કી કરવામાં મદદ મળે છે. દા.ત. નીચેના પાન સામાન્ય રીતે પીળા પડે તો નાઇટ્રોજનની ઉણપ હોઇ શકે, પરંતુ આ  પ્રમાણેની જ પીળાશ જો છોડની ટોબના હોય

અને નસો લીલી માલુમ પડે તો લોહ તત્વની પણ હોઇ શકે. કેટલીકવાર આ તત્વોની ઉણપના ચિહનો પાકમાં અન્ય તત્વોની ઉણપ સાથે ભળી જતાં માલુમપડે છે, જેમ કે કેલ્શિયમની ઉણપના ચિહનો બોરોનની ઉણપ સાથે અને લોહનાં મેંગેનીઝની સાથે ભળીશકે છે. આવી પરિસ્થિયતીમાં છોડના પૃથકરણ દ્વારા તથા નિષ્ણાંતની મદદ  મેળવી મુશ્કેલી નિવારી શકાય છે. તદ્દઉપરાંત ઘણી વખત એવું પણ બને કે, કોઇ તત્વની ઉણપ અન્ય તત્વ સાથેના પારસ્પરિક સંબંધનુ પણ પરિણામ હોય દા.ત. વધુ પડતા ફોસ્ફેટની હાજરીથી જસત અવરોધ ઉભો કરે છે. તેથી સૂક્ષ્મતત્વની સુલભ્યતા સંબંધિત સાચી
માહિતી હોવી આવશ્યક બને છે. સૂક્ષ્મતત્વની વહેલી ઉણપ દર્શાવતા પાકો- કેટલાક પાકો અમુક સુક્ષ્મ તત્વની ઉણપની અસર ઝડપથી બતાવવા હોય છે, સુક્ષ્મ તત્વ પ્રત્યેની તેમની સહન ક્ષમતા જુદા જુદા પાક અને તેની જાત ઉપર આધાર રાખે છે. સુક્ષ્મ તત્વોની ઉણપ સહેલાઇથી વર્તાય તેવા પાકો નીચે મુજબ છે. લોહ જુવાર, જવ, કોબીજ, ફલાવર, ટમેટા, લીંબુ, અને બાગાયત પાકો, મેંગેનીઝ - મકાઇ, ડાંગર, ઓટ, સોયાબીન, મૂળા, વાલ, વટાણા, ડુંગળી, ગાજર, શેરડી, સુગર બીટ, લીંબુ, દ્રાક્ષ, સફરજન, જસત- ડાંગર, જુવાર, ઘઉ, કપાસ, સોયાબીન, ડુંગળી સંતરા,દ્રાક્ષ, તાંબુ-મકાઇ, ઓટ, ઘંઉ, જવ, કોબીજ, ફલાવર, કાકડી, તુરિયા, ડુંગળી, ટમેટા, બીટરૂટ, તમાકુ, લીંબુ સંતરા, ગ્રેપફ્રુટ, બોરોન-રજકો, સુગરબીટ, ફલાવર, બટાટા, લીંબુ, દ્રાક્ષ, સફરજન, મોલિબ્ડેનમ-ચોળા, કોબીજ, ફલાવર, કાકડી, રજકો, બરસીમ, સુગરબીટ, લીંબું,સુક્ષ્મતત્વોની ઉણપનું નિવારણ - કોઇપણ સુક્ષ્મતત્વ કેટલું આપવું તેનો આધાર જમીનમાં તેની કેટલા પ્રમાણમાં ઉણપ છે અને પાકના પ્રકાર પર આધાર રાખે છે. સામાન્ય સંજોગોમાં જુદા જુદા સુક્ષ્મ તત્વ માટે જે તે તત્વયુકત રાસાયણિક પદાર્થો  આપી સૂક્ષ્મતત્વની ઉણપ દૂર કરી શકાય છે. જો જમીનના પૃથકરણથી ઉણપ નક્કી કરવામાં આવી હોય તો શરૂઆતથી પાકને પાયાના ખાતર સાથે ખૂટતા સુક્ષ્મતત્વનું પ્રમાણસર ખાતર જમીનમાં જ આપી દેવું જોઇએ. જો ઉણપના લાક્ષણિક ચિહનો ઉભા પાક દરમ્યાન જોવા મળે તો આ તત્વનું દ્રાવણ ઉણપ નિવારવા માટે પાન પર પણ છાંટી શકાય છે. જેની વિગત નીચે દર્શાવેલ છે.


 સુક્ષ્મતત્વોની ઉણપ નિવારવા માટે ખાતરની પૂર્તિનું પ્રમાણ

૧. લોહ ખાતર, ફેરસ સલ્ફેટ (૨૪ ટકા લોહ)- ૧૫ થી ૨૦ કિ.ગ્રા. - ૦.૫- ૦.૨૫ ટકા ચુનો,
૨. મેંગેનીઝ, મેંગેનિઝ સલ્ફેટ(૨૪ ટકા મેંગેનીઝ) - ૧૦ કિ.-૦.૫.૦.૨૫ ટકા ચુનો,
૩.જસત, ઝીંક સલ્ફેટ (૨૧ ટકા ઝીંક) - ૮-૧૦ કિ. ૦.૫-૦.૨૫ ટકા ચુનો,
તાંબુ, કોપર સલ્ફેટ (૨૫ ટકા તાંબુ) ૫ કિ. ૦.૪-૦.૨ ટકા ચુનો,
૫. બોરોન , બોરેક્ષ (૧૧ ટકા બોરોન)- ૧૫ કિ.૦.૨ ટકા,
૬. મોલિબ્ડેનમ એમોનિયમ મોલિબ્ડેનમ (૫૪ ટકા મોલિ.) સોડિયમ મોલિબ્ડેનમ (૩૯ ટકા મોલિ.) -૧.૫ કિ. -૦.૫ ટકા.
                         પાક પર છંટકાવ કરવાનો હોય ત્યારે પાણીમાં જેટલો જથ્થો ખાતરનો ઓગાળવાનો હોય તેનાથી અડધો જથ્થો ચુનાના નાખવાથી દ્રાવણની અમ્લતાનું લગભગ જરૂરી શિથિલિકરણ થઇ જાય છે, તેથી કુમળા પાન પર તેજાબી અસરપડે નહિ. દા.ત.૧૦ લીટર પાણીમાં ૫

ગ્રામ ઝીંક સલ્ફેટ+ ૨૫ ગ્રામ કળીચુનો ઓગાળી છંટકાવ કરવા માટે જરૂરી જથ્થાના ચૂનાનું દ્રાવણ આગલી રાત્રે બનાવી ઠારી રાખવુ અને બીજા દિવસે ચૂનાના નિતર્યા પાણીમાં જરૂરી ખાતર ઓગાળી છંટકાવ સામાન્ય રીતે સવારે સાંજે કરવો હિતાવહ છે.
સુક્ષ્મતત્વો સંબંધિત આધારિત તારણો :-
૧ જસતની અછત દર્શાવતી જમીનમાં દર ત્રણ વર્ષે એક વખત ૨૫ કિ.ગ્રા. ઝીંક, સલ્ફેટ પ્રતિ હેકટર પ્રમાણે પાયાના ખાતર તરીકે આપવાથી વિવિધ પાકોમાં સરેરાશ ૧૦ થી ૨૦ ટકા ઉત્પાદનમાં વધારોમેળવીશકાય છે.
.૨ લોહની ઉણપ દર્શાવતી જમીનોમાં દર ત્રણ વર્ષે એક વખત ૫૦ કિગ્રા. ફેરસ સલ્ફેટ (હિરાકસી) પ્રતિ હેકટર મુજબ આપવાથી પાક ઉત્પાદનમાં સરેરાશ ૧૦ થી ૩૦ ટકા વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
૩. સુક્ષ્મ તત્વ યુકત ખાતરોની પૂર્તિ છંટકાવ કરીને કરવા કરતા, જમીનમાં પાયાના ખાતર સાથે આપવાથી વધુ ફાયદો મળે છે. તેમ છતાં ઉભા પાકોમાં અછત વર્તાય તો તીવ્રતા મુજબ ત્રણથી ચાર વખત અગાઉ કોઠામાં દર્શાવ્યા મુજબની સાંદ્રતાવાળા જે તે ખાતરના છંટકાવ દ્વારા તેની પૂર્તિ કરી શકાય છે.
૪ સુક્ષ્મતત્વો યુકત મિશ્ર ખાતરનો ઉપયોગ કરવો સલાહ ભરેલ નથી, કારણ કે, ઉણપવાળા તત્વયુકત ખાતર કરતાં તેની કાર્યક્ષમતા ઓછી તેમજ આવાં બજારૂ ખાતરો વધુ ખર્ચાળ પણ હોય છે. તથા ઉણપ ન હોય તેવા બિનજરૂરી તત્વોની વારંવાર પૂર્તિ થતાં પારસ્પરિક સંબંધથી અન્ય તત્વોની લભ્યતાને અસર થવા સંભવ રહે છે.
૫ સતત પાક લેવાથી સુક્ષ્મતત્વોની લભ્યતામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. તેથી દર ત્રણ વર્ષે આ તત્વોની લભ્યતા બાબતે જમીન ચકાસણી કરી, જે તે તત્વની જરૂરીયાત મુજબ પૂર્તિ કરવી આવશ્યક છે. સુક્ષ્મતત્વોની બચત જમીનમાં હોય તો બિનજરૂરી પૂર્તિ કરવી સલાહ ભરેલ નથી.
જમીનમાં નિયમિત રીતે છાણિયા જેવાં સેન્દ્રિય પદાર્થો ઉમેરવાથી સુક્ષ્મતત્વોની ઉણપ નિવારવામાં તે મદદરૂપ બને છે. કુદરતી ખાતરોમાં તેનું પ્રમાણ વિશેષ હોય છે. -

કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાનગત સુધારા

·         ટેકનિકલ સુધારા

ભારતમાં કૃષિક્ષેત્રે ઘણા ટેકનિકલ સુધારા આવેલ છે અને તેના પરિણામે કૃષિ આધુનિક બની રહી છે
ભારતમાં ખેતીકીય સાધનોનું યંત્રીકરણ પહેલા   ખેડુત   રહેંટ,    હળ,     બળદગાડાનો ઉપયોગ          કરતો   હતો આજે સબમર્સિબલ કે મોનોબ્લોક પંપ, ટ્રેકટર,        ટ્રેલર્સથ્રેસર્સનો          ઉપયોગ          કરે       છે ખેતીમાં સિંચાઇ ક્ષેત્રે આજે સગવડતાઓ વધી છે.આજે દેશનો લગભગ 40% ભાગ સિંચાઇનો લાભ મેળવતો થયો છે.

સિંચાઇની સગવડો-

ટપક સિંચાઇ, ફુવારા પધ્ધતિ વગેરેનો ઉપયોગ કરી વધુ ઉત્તપાદન મેળવે છે સુધારેલા બિયારણો,અને સંકર            જાતોનો           ઉપયોગ          કરે       છે.
રાસાયણીક ખાતરો – N.P.K.(નાઇટ્રોજન, ફૉસ્ફરસ, અને પોટાશ) D.A.P.(ડાયએમોનિયા ફૉસ્ફેટ) અને યુરિયાનો ઉપયોગ કરે છે

જૈવિક ખાતરોબાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરે છે

સહાય અને રાહતો

સરકાર બિયારણ અને ખાતરો ખરીદવા તથા જંતુ નાશક દવાઓ ખરીદવા માટે આર્થિક  મદદ  કરે    છે.
ખેડુત પાક રક્ષણ માટે જંતુનાશક દવાઓ અને બાયો કંટ્રોલ (જૈવિક) નો ઉપયોગ કરે છે
માહિતીસરકાર દ્વારા રેડિયો, ટી.વી, વર્તમાનપત્રો તથા ગ્રામ સેવકોના માધ્યમથી કૃષિ સંશોધનો ખેડુતને       પહોંચાડે     છે. ખેડુત     તાલિમ કેન્દ્રોની    સ્થાપના કરે        છે     અને   તાલિમ       આપે  છે કૃષિવિદો અને કૃષિ      વૈજ્ઞાનીકો કૃષિયુનિવર્સિટીઓ અને કૉલેજોંની સ્થાપના દરેક રાજયમાં કરવામાં આવી છે
ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનાં દાંતીવાડા ખાતે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે.

સંશોધન      કરતી સંસ્થાઓ
ICAR –
ઇન્ડિયન    કાઉન્સિલ    ઑફ   એગ્રીકલ્ચરલ રીસર્ચ
DARE –
     ડિપર્ટમેન્ટ    ઑફ   એગ્રીકલ્ચરલ રીસર્ચ એન્ડ  એજ્યુકેશન
સરકાર સબસિડી આપીને ખેડૂતની મદદ રૂપ થાય છે

·         સંસ્થાન ગત સુધારાઓ

સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડુતોનુ શોષણ અટકાવ્યું      છે ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારને    જમીન માલિકનો    સાચો હક્ક   આપ્યો છે     જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની   અસમાનતા  દૂર    કરેલ  છે.
(
અહિંયા વિનોબા ભાવે દ્વારા કરવામાં આવેલ ભૂદાન યજ્ઞનો ઉલ્લેખ યોગ્ય ગણા છે. તેઓએ ભારતનાં ગામડાંમાં ફરી કધુ જમીન ધરાવનારને એક હિસ્સો દાન કરવા વિનંતી કરતા
જમીન એકત્રીકરણના કાયદા દ્વારા નાના નાના જમીનના ટૂકડાને એકત્રીત કરાયા છે
ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ યોજના શરૂ કરવામાં આવી છે
ખેડૂતોને પોતની પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તેમાટે સહકારી મંડળીઓ, ખરીદ-વેચાણ સંધ, સહકારી ધોરણે ગોદામો, પરિવહનો અને સંદેશાવ્યવહારની સગવડો ઉભીકરવામાં આવી છે
કૃષિપાક વીમાયોજના દ્વારા ખેડૂતોને વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે

ખરીદવેચાણ       સંઘો
GROFED –
  ગુજરાત      તેલીબિયાં    ઉત્પાદક      સંઘ
GUJCOMASOL –
  ગુજરાત      સ્ટેટકો-ઑપરેટિંગવ માર્કેટિંગ     સોસાયટી    લિમિટેડ
N.D.D.B. –
રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ

·         કૃષિ સુધારાની અસરો

કૃષિમાં આવેલ ઉપર્યુક્ત પરિણામે        કૃષિમાં હ     રિયાળી      ક્રાંતિ  આવી છે     અનાજ ઉત્પાદનમાં વધારો થયો તેથી    નિકાસ કરી   શકાય છે     સઘન કૃષિ   અને   કૃષિ   વિસ્તરણ        શકય  બન્યા        છે     ખેડૂતોની આવક વધી      તેથી  તેમની આર્થિક       સ્થિતિમાં       સુધારો       થયો  છે     રોજગારી ક્ષેત્રે સુધારો અને રાષ્ટ્રીય વિકાસમાં પરિવર્તન     આવ્યું        છે     રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાના વધુ ઉપયોગના કારણે જમીન પ્રદૂષણનો      પ્રશ્ન       ઉભો   થયો  છે     આવા પ્રદૂષણના કારણે માનવીના સ્વાસ્થ્યને માઠી અસર થઇ છે
જૈવ રસાયણથી જમીનની ફળદ્રુપતા વધે છે. અને પાકની સંકરણ જાતોથી ઉત્પાદન વધે છે.

શાકભાજી માટે ગ્રીનહાઉસ અતિઉત્તમ
                                          હાલમાં ખેતીની આધુનિક પદ્ધતિઓ અપનાવવી એ આવશ્યક છે. આ યુગમાં છેલ્લામાં છેલ્લી ટેકનોલોજીથી માહીતગાર થવા સાથે વ્યવહારુ બની વ્યાપારી ધોરણે ખેતી કરવી જ પડે એવો સમય આવી ગયો છે. કુદરતી પરીબળો જેવા કે, અનિયમીત વરસાદ, શિયાળામા નીચું તાપમાન ઉનાળામાં ખુબજ ઊંચુ તાપમાન,સાપેક્ષ ભેજમાં થતી વખતો વખત થતી વધ-ઘટ, સૂર્યપ્રકાશના કલાકોમાં ફેરફાર તેમજ દરિયા કિનારાનાં વિસ્તારોમાં ક્ષારવાળા પવન, ઉતરતી ગુણવત્તાવાળા પાણી વગેરે પાક સંલગ્ન આ પરીબળોની વિષમ પરિસ્થિતિને લીધે પાક ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે.
તદઉપરાંત અમુક ચોકકસ પાક અને તેની જાતોનું ઉત્પાદન સીમીત થાય છે. આવી વિષમ સ્થિતિમાં પણ સારી ગુણવત્તાવાળુ વધુ પાક ઉત્પાદન મેળવવા માટે ગ્રીન હાઉસ ટેકનોલોજી એ આશીર્વાદ રૂપ હોવાનું નવસારી કૃષિ યુનિ.ના વિજ્ઞાન કેન્દ્રના કે. બી. પટેલ અને જે. એમ.વશીએ એક મુલાકાતમાં માહિતી આપતા જણાવ્યું કે શાકભાજી એ માનવ જીવનની રોજબરોજની જરૂરિયાત છે, જેનુ ઉત્પાદન કરતા દેશ બીજા દેશમાં નિકાસ કરીને કરોડો રૂપીયાનું હુડિયામણ કમાય છે. દા.ત. વાર્ષિક ૯૦,૦૦૦ ટન શાકભાજીની જરૂરીયાતવાળા દેશોમાં નિકાસ કરીને ઈઝરાયેલ વર્ષે ૧૦૦૦ લાખ ડોલર કમાય છે.
આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે વાત ન કરતા સ્થાનિક સ્થિતિનો જ વિચાર કરીએ તો પણ આપણાં વિસ્તારમાં ઘણાં શાકભાજી બહારથી લાવવા પડે છે જે સરખામણીએ ખૂબ જ મોંઘા પડે છે. આ ઉપરાંત ખાસ ઋતુમાં અછતને કારણે લગભગ બધાજ શાકભાજી ખૂબ જ મોંઘા બને છે. આ બધા કારણોસર જ ગ્રીન હાઉસ ટેકનોલોજી દ્વારા જે તે શાકભાજીનો સામાન્ય ઋતુ સિવાય સારી ગુણવત્તાવાળા શાકભાજી અને એકમ વિસ્તારમાં ઘણુ ઊંચુ ઉત્પાદન મેળવીને ખેતીને સાચા અર્થમાં વ્યાપારી ધોરણે કરવાની ઉત્તમ તક     મળે    છે.

                        ગ્રીન હાઉસ ટેકનોલોજીનો ઉપયોગ વાતાવરણનાં પરીબળો કે જે બીજનાં ઉગવા, છોડનાં વિકાસ, ફળ અને ફૂલ આવવા તથા તેના વિકાસ ઉપર સીધી અથવા આડકતરી અસર કરે તેવા પરીબળોના નિયમન માટે થાય છે. જો વાતાવરણને નિયંત્રિત કરી શકાય તો તેના પરીબળોની પાક ઉપર થતી આડઅસર અને તેનાથી થતા નુકસાન ઘટાડીને અથવા દૂર કરી સમયસર અને બજારની જરૂરીયાતનાં દિવસોમા તેમજ ઉચ્ચ કોટીનું ઉત્પાદન મેળવી શકાય અને બજાર ભાવ પણ  સારા   મેળવી શકાય          છે.     ગ્રીનહાઉસ     અને    કાર્ય    સિદ્ધાંત ગ્રીનહાઉસ એ પારદર્શક આવરણ જેવાકે, પ્લાસ્ટિક કે કાચથી ઢાંકેલા એક અથવા વધારે ગૃહો છે કે જેમાં સૂર્યશકિતનો સંગ્રહ થઈ અને તેનો ઉપયોગ છોડના વિકાસ માટે થઈ શકે છે. આ પ્રકારના ગૃહોમાં વાતાવરણના પરીબળો જેવા કે, તાપમાન, ભેજ,સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોકસાઈડ(અંગારવાયુ) તથા જમીનનું તાપમાન તથા ભેજ તેમજ પ્રાણવાયુ નિયંત્રીત કરી વનસ્પતીને સાનુકૂળ વાતાવરણ પુરુ પાડવામા આવે છે. આ ઉપરાંત તેમાં ગરમ    કે       ઠંડક    કરવા  હવાની        અવરજવર     માટેના સાધનો હોય    છે.     ગ્રીનહાઉસમાં  ,પ્લાસ્ટિકની પારદર્શકતા મુજબ તેના પર આપાત થતા સૂર્યપ્રકાશનાં કિરણોમાંથી નાની તરંગ લંબાઈનાં કિરણો કે જેનુ પ્રમાણ વધારે હોય તે સરળતાથી પસાર થઈ શકે છે. જયારે મોટી તરંગ લંબાઈવાળા અને નુકસાન કરતાં (અલ્ટ્રાવાયોલેટ) કિરણો તેમાંથી પસાર થઈ શકતા ન હોઈ, અવરોધાય છે. પસાર થયેલ નાની તરંગ લંબાઈ વાળા કિરણો અંખર ઉગાડવામાં આવેલી વનસ્પતિ, જમીન તેમજ અન્ય ભાગો ઉપર આપાત થઈ સંગ્રહાય છે.વળી, તેમાંથી પરાવર્તીત થતાં મોટા ભાગનાં કિરણોની તરંગ લંબાઈ વધારે હોવાથી તે કિરણો ગ્રીન હાઉસની અંદર જ રહી જાય છે. આમ સૂર્યશકિત ગ્રીન હાઉસમાં સંગ્રહાય છે. જેથી        અંદરનું તાપમાન              વધે છે. જેને ગ્રીન      હાઉસ  અસર  કહેવામાં       આવે   છે.     વનસ્પતિ        દ્વારા શ્ચાસોચ્છશ્ચાસ પ્રક્રિયામાં કહાર પડતો અંગારવાયુ આવરણને કારણે ગ્રીનહાઉસની અંદર જળવાઇ રહેતો હોય, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે વીપુલ પ્રમાણમાં ઉપલબ્ધ બની શકિત સંગ્રહ માટે ઉપયોગી થાય છે.પરીબળોનુ નિયંત્રણ અન્ય પાકોની સરખામણીમાં શાકભાજીનાં પાક વધુ સંવેદનશીલ હોય,પાક પરીબળોને જેટલા પ્રમાણમાં નિયંત્રીત કરી શકાય તેટલા પ્રમાણમાં .ઉત્પાદન અને ગુણવત્તાનાં રૂપમાં મળે છે. આવા પાકોના બીજના ઉગવા, વૃદ્ધિ તથા ફુલ અને ફળના વિકાસ પર અસર કરતા પરીબળો નીચે       પ્રમાણે છે.

તાપમાન :
તાપમાન એ ગ્રીનહાઉસની અંદર રહેતી ગરમીનુ માપ છે. વનસ્પતિમાં જૈવ રાસાયાણીક પ્રક્રીયાનું નિયંત્રણ ઉત્સેચકોથી થાય છે. જે ગરમી પર આધાર રાખે છે. વિકાસ માટેના સાનુકૂળ તાપમાનની મર્યાદામાં દર ૧૦ સે. વધારાથી પ્રક્રીયાનો દર બમણો થાય છે. હાલની પર્યાવરણીય સમસ્યાઓથી બચવા નાના ખેડૂતો ગુણવત્તા સભર પાકો મેળવવા માટે ગ્રીનહાઉસનો ઉપયોગ કરે તો બેથી અઢી ગણું ઉત્પાદન મેળવી શકે છે. ગ્રીનહાઉસ એટલે પ્લાસ્ટિકથી આચ્છાદિત માળખુ. જેમાં પાકની જરૂરિયાત મુજબ ગ્રીન હાઉસમાં અંદરનું વાતાવરણ નિયંત્રિત કરી શકાય             છે.     વધુ        ઠંડી,    વધુ    ગરમી  અથવા વધુ    વરસાદથી     પાક    નિષ્ફળ જાય   છે.             કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોએ નાના-સીમાંત ખેડૂતો માટે લો કોસ્ટ ગ્રીનહાઉસ તૈયાર કરવાની માહિતી એકત્ર કરી જરૂરી ભલામણો કરી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો. સાગર જે. પાટીલ લો કોસ્ટ ગ્રીન હાઉસ વિશે માહિતી આપતા કહ્યું કે આ પ્રકારના ગ્રીનહાઉસનું માળખુ વાંસ, સિમેન્ટના થાંભલા અથવા લાકડા વાપરીને તૈયાર કરવામાં આવે છે. ગ્રીનહાઉસના માત્ર છાપરાને ૨૦૦ માઈક્રોન જાડાઈના પારદર્શક પ્લાસ્ટિક વડે ઢાંકવામાં આવે છે. માળખાની બંને બાજુઓ જાળીવાળા કંતાન અથવા એગ્રીનેટથી રક્ષણ અપાય     છે, નાના ખેડૂતો પોતાના ઘરઆંગણે અથવા ખેતરમાં અડધા ગૂંઠાથી એક ગૂંઠા સુધીની જમીનમાં ઓછા ખર્ચાળ ગ્રીન હાઉસ ઉભા કરી શકે છે. એક ગૂંઠા વિસ્તારના ગ્રીન હાઉસ ૨૦મી. લંબાઈ તથા ૫ મીટર પહોળાઈના બનાવી શકાય છે. આવા ૧૦૦ ચો.મી. વિસ્તારના ગ્રીનહાઉસ ૧૯થી ૨૦ હજાર રૂપિયામાં તૈયાર કરી શકાય છે. ઓછા ખર્ચાળ ગ્રીન હાઉસમાં સામાન્ય પરિસ્થિતિ હોય તો ઉપરના        પ્લાસ્ટિક તથા એગ્રીનેટનું     આયુષ્ય        અઢીથીત્રણ    વર્ષ    સુધી   રહે             છે.     સામાન્ય પરિસ્થિતિની તુલનામાં લો કોસ્ટ ગ્રીનહાઉસમાં બેથી અઢી ગણુ ઉત્પાદન મળે છે. વધુમા આવા ગ્રીનહાઉસમાં વીજળીની જરૂરિયાત ન હોવાથી નાના ખેડૂતોને આર્થિક રીતે પરવડે છે.
   ગ્રીનહાઉસમાં શાકભાજીના ધરુ, ફળફૂલના રોપા અને કલમ ઉછેરની નર્સરી કરી શકાય છે. લો કોસ્ટ ગ્રીન હાઉસમાં ટામેટા, કેપ્સીકમ, પાલક, તાંદળજો, મેથી, ધાણા, લસણ વગેરે શાકભાજીના પાક તથા ગુલાબ,       સેવંત  જેવા        ફૂલપાકો       લઈ    શકાય          છે.  લોકોસ્ટ    ગ્રીનહાઉસના  ફાયદા કમોસમી       પાકો   લઈ શકાય છે.સારી        ગુણવત્તાવાળુ  ઉત્પાદન       મળવાથી      ઉંચા   બજારભાવ     મળે    પાકમાં રોગજીવાતનું પ્રમાણ ઘટે     છે ઓછા સમયમાં             ધરુ     ઉછેર   કરી    શકાય          પાકની ઉત્પાદકતા બેથી ત્રણ ગણી વધે      સેન્દ્ધિયખાતર,  રેતી    વગેરે  ઉમેરી  માટીના        બંધારણમાં     પાકને          લાયક ફેરફાર કરી        શકાય ઉનાળામાં ખેતપેદાશોની સુકવણી માટે પણ ઉપયોગી છે.







ગ્રીનહાઉસ કઇ  રીતે કામ કરે છે     ?

નેટ હાઉસ અને પોલી હાઉસ એમ બે પ્રકારના ગ્રીન હાઉસ હોય છે.
લીલા રંગના જાળીવાળા કપડાથી તૈયાર થતા ગ્રીન હાઉસને નેટ હાઉસ કહેવામાં આવે છે.
જયારે પ્લાસ્ટિક અથવા કાચ જેવા પારદર્શક આવરણ દ્વારા તૈયાર થાય તેને પોલી હાઉસ કહેવામાં આવે છે.
ગ્રીનહાઉસ    માટે સરકારી  સહાયનો     ધોધ
સામાન્ય ગ્રીન હાઉસનો ખર્ચ પ્રતિ એકર  ૩ થી ૫ લાખ આસપાસ આવે છે. જયારે હાઇટેક ગ્રીન હાઉસનો ખર્ચ અંદાજે રૂ.૩૦ થી ૪૦ લાખ પ્રતિ એકર જેટલો થાય છે. જેમાં ગુજરાત રાજય બાગાયત વિભાગ તેમજ નેશનલ હોર્ટિકલ્ચર મિશન હેઠળ અલગ-અલગ પ્રકારે ખેડૂતોને સહાય ચુકવવામાં આવે છે. આ હેઠળ ખેડૂતોને કુલ ખર્ચના ૫૦ ટકા સુધીની સબસિડી આપવાની પણ જોગવાઇ છે.
ગુજરાત બનશે બિગર એન્ડ બેટર ઈઝરાયલ
ગુજરાત રાજ્ય હાઈટેક ખેતી અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં ભારતનું જ નહીં પણ વિશ્વકક્ષાએ હબ બની રહ્યું છે. ગત ૨૦૦૩, ૨૦૦૫,૨૦૦૭, ૨૦૦૯ના વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં તેના મજબૂત પડઘા પડ્યા હતા. આગામી ૧૨ અને ૧૩ જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે મળનારા વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૧ સમિટમાં પણ ગુજરાત રાજ્યમાં એગ્રો, ફૂડ, હાઈટેક ગ્રીન હાઉસ, ફલોરિકલ્ચર વગેરેના અસંખ્ય એમઓયુ થનારા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકાર, બેંકો, કૃષિ યુનિવર્સિટીઓ, સાહસિકો, ખેડૂતો, ટેક્નોલોજી સપ્લાયરો તથા તજજ્ઞોના સંકલનથી ગુજરાત બીગર એન્ડ બેટર ઈઝરાયલ બનવા જઈ રહ્યું છે.
કેન્દ્રના કૃષિ મંત્રાલયના સ્મોલ ફાર્મર એગ્રી બિઝનેસ કન્સોર્ટિયમના પેનલ કન્સલન્ટન્ટ નવસારીના વિનોદ દેસાઈ (સી.એ.)એ વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૧૧ સમિટમાં રાજ્યભરમાંથી થનારા કૃષિ ક્ષેત્રના એમઓયુની માહિતી આપતા જણાવ્યું હતું કે ઉમરપાડા તાલુકાના ચીમીપાતલ ખાતે જે.જે. ફલોરાપાર્ક દ્વારા ૬૦ એકર જમીનમાં એક એકરના ૨૨ ગ્રીન હાઉસ ગુલાબ માટે, ૧૨ ગ્રીન હાઉસ જરબેરા માટે તૈયાર કરવાનો એમઓયુ થશે. આ સાથે એક રિસર્ચ સેન્ટર પણ ઊભું કરવામાં આવશે. ૯૪ ટકા આદિવાસી વસતિ ધરાવતા આ તાલુકામાં ભવિષ્યમાં આદિવાસી તથા સામાન્ય ખેડૂતોને પોતાની જમીનમાં ગ્રીન હાઉસ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
બારડોલી તાલુકાના ઉવા ગામે હિમસન ફલોરા પાર્ક દ્વારા ૮ એકરમાં ગુલાબ તથા ૪ એકરમાં જરબેરાની ખેતી માટે ગ્રીન હાઉસનું નિર્માણ કરવામાં આવશે. ભવિષ્યમાં આ પ્રોજેક્ટ ૧૦૦ એકર સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. તેઓ જણાવે છે કે જહાંગીરપુરાની સુરત ડિસ્ટ્રિક્ટ હાઈટેક ફાર્મર્સ કો.ઓ. સોસાયટી લિ.ના સભાસદોના સુરત જિલ્લામાં ૨૦૦ એકર વિસ્તારમાં ફૂલોની ખેતી માટે ગ્રીન હાઉસ છે. આ ગ્રીન હાઉસના ઉત્પાદનો માટે પેકિંગ, ગ્રેડિઁગ, કલેક્શન, સ્ટોરેજ સેન્ટર વગેરેની વ્યવસ્થા છે. આ સોસાયટી વાઈબ્રન્ટ ગુજરાતમાં સરકાર સાથે એમઓયુ કરી ૫૦૦ એકર વિસ્તારમાં ફલોરિકલ્ચર માટે ગ્રીનહાઉસ બાંધવાનો લક્ષ્યાંક ધરાવે છે. તદ્ઉપરાંત રાજ્યના ૧૦૦થી વધુ પ્રગતિશીલ ખેડૂતો ફલોરિકલ્ચર માટે વ્યક્તિગત ધોરણે ગ્રીન હાઉસ માટે સરકાર સાથે એમઓયુ કરશે.
હાઇટેક નર્સરીમાં પણ એમઓયુ થશે
આગામી સમિટમાં હાઈટેક નર્સરી માટે પણ સારા એવા પ્રમાણમાં એમઓયુ થવાના છે. ભરૂચ જિલ્લાના ભરાડીયા ખાતે આંબા, ચીકુની કલમની જેમ ટૂંકાગાળાના વેલાવાળા શાકભાજી, ફળછોડો માટે કલમ, ગ્રાફટ નર્સરી તથા શુદ્ધ બિયારણનો પ્રોજેક્ટ સાકાર થશે. આ પ્રોજેક્ટના પ્રમોટર ભરાડીયાના જયેશ પટેલ છે. સુરતના કામરેજ ખાતે સ્વાગત ગ્રુપના વલ્લભભાઈ પટેલ આયુર્વેદ નર્સરીના પ્રોજેક્ટ માટે એમઓયુ કરશે. નવસારી જિલ્લાના અંભેટા ખાતે સમીર ફાર્મના અનિલભાઈ વશી મોડેલ નર્સરીના પ્રોજેક્ટ માટે સરકાર સાથે એમઓયુ કરશે.


.ઉત્તર ગુજરાતમાં પણ પ્રોજેક્ટ
કલર કેપ્સીકમના એમઓયુ બાબતે નવસારીના કન્સલ્ટન્ટ જણાવે છે કે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પીપજ ગામે ૧૦ એકર જમીનમાં કેપ્સીકમ માટે ગ્રીન હાઉસ તૈયાર કરવાનો પ્રોજેક્ટ છે. કચ્છ જિલ્લાના ભૂજ ખાતે આશાપુરા ગ્રુપ તરફથી ૨૧ એકર જમીનમાં કલર કેપ્સીકમ માટે નેટ હાઉસના પ્રોજેક્ટનો એમઓયુ કરાશે. રાજ્ય સરકારે આગામી બે વર્ષમાં કલર કેપ્સીકમ માટે ૧૦૦૦ હજાર ગ્રીન/નેટ હાઉસ પ્રોજેક્ટનો પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે.
કેળાં માટે ઉપયોગી રાઇપનિંગ ચેમ્બરો પણ બનશે
દ.ગુ.ના વલસાડ, નવસારી, વાંસદા, ગણદેવી, કામરેજ, બારડોલી, રાજપીપળા વગેરે શહેરોના એપીએમસી, સહકારી સંસ્થાઓ તથા ખાનગી સાહસિકો બનાના રાયપનિંગ ચેમ્બરના પ્રોજેક્ટ લાવી રહ્યા છે. રાયપનિંગ ચેમ્બર થકી કેળા બજારની પદ્ધતિ બદલાઈ ગઈ છે. લોકોને આરોગ્યપ્રદ પદ્ધતિથી પકવેલા કેળા મળતા થયા છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાંથી માત્ર મુંબઈ ખાતે રોજ ૨૦૦૦ ટન કેળાની સપ્લાય થાય છે. નવસારીના આમડપોર ખાતે દેસાઈ ફ્રુટસ એન્ડ વેજિટેબલ્સના એમડી તથા અપિડાના ડિરેક્ટર અજીત દેસાઈ બનાના ટશિ્યુ કલ્ચર લેબોરેટરી તથા ખેડૂતો માટે હોર્ટિકલ્ચર ટ્રેનિંગ સેન્ટરના પ્રોજેક્ટનો એમઓયુ કરશે. વિશ્વકક્ષાની અધ્યતન ટેક્નોલોજી ધરાવતી આ લેબોરેટરી તથા ટ્રેનિંગ સેન્ટર ગુજરાતનું એક નજરાણું બની રહેશે.
 સુરત જિલ્લામાં ગુલાબનું વાર્ષિક ઉત્પાદન ૭૫ લાખ નંગ
સુરત સહિત અન્ય જગ્યાએ ગુબાલના ફુલોની માંગ વઘી રહી છે. સામાન્ય દિવસોમાં બેથી પાંચ રૂપિયા સુઘીના ભાવે વેચાતા ગુલાબ પ્રેમીઓ માટે ૨૦થી ૩૦ રૂપિયા સુઘી વેચાઈ છે. પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે કિમતી ભેટ સાથે ગુલાબ ન હોય તો ભેંટની મજા ઓછી થઈ જાય છે. આ ઉપરાંત ગુલાબનું મહત્ત્વ અનેકગણું હોય બગીચાના બદલે હવે ગુલાબના ખેતરો તથા ગ્રીન હાઉસ પણ જોવા મળે છે. જોકે, પ્રેમના પ્રતિક એવા ગુલાબ સુરત જિલ્લાના ગ્રીન હાઉસમાંથી વિદેશ સુધી પહોંચતા હોય તેવું ભાગ્યે જ કોઈને ખબર હશે.
પ્રેમના પ્રતિક એવા ગુલાબ સુરત જિલ્લાના ગ્રીન હાઉસમાંથી વિદેશ સુધી પહોંચે છેઃ કેટલીક જગ્યાએ ગુલાબના ખેતરો
૧૨ ફેબુ્રઆરીના રોજ વિશ્વ ગુલાબ દિવસ હોય તેવું ભાગ્યે જ કોઈને ખબર હશે. મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે ગુલાબ સુરતમાં અન્ય પ્રદેશમાંથી આવતા હોય છે. પરંતુ હકીકત એ છે કે આ ઉપરાંત સુરત શહેર અને જિલ્લાની આસપાસ સંખ્યાબંઘ નર્સરીઓમાં પણ ગુલાબના રોપાનું વેચાણ કરવામાં આવે છે. મોટા ભાગના લોકોએ પોતાના ઘરે ગાર્ડનમાં ગુલાબના રોપા રોપ્યા છે પરંતુ તેમાં મોટાભાગે દેશી ગુલાબ જ હોય છે. પરંતુ હાલમાં બજારમાં ચાઈનીસ ગુલાબનું વઘુ મહત્ત્વ છે. સુરત જિલ્લામાં અનેક જગ્યાએ આવા ગુલાબોની મોટા પાયે ખેતી કરવામાં આવે છે.

અંગે માહિતી આપતાં બાગાયત વિભાગના ડી.બી. પટેલે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં ૬૦ હેક્ટરમાં ગુલાબની ખેતી થાય છે. એક હેક્ટરમાં પાંચ હજાર રોપા અને તેના પર વાર્ષિક ૧૫ ફુલોની સરેરાશ પણ ગણાવામાં આવે તો પણ વર્ષે ૭૫ લાખ કરતાં વઘુ ગુલાબનું ઉત્પાદન થાય છે. સુરત જિલ્લાના મોટાભાગના ગ્રીન હાઉસમાંથી બહાર આવતાં ગુલાબોનું વિદેશમાં પણ વેચાણ કરવામાં આવે છે.સુરત જિલ્લામાં ૪૦ જેટલા પોલી હાઉસ તથા અન્ય ગ્રીન હાઉસમાં ઉત્તમ ક્વોલીટીના ગુલાબ થાય છે. આ ગુલાબો સુરત કે ગુજરાત જ નહીં પરંતુ વિદેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે. સુરત-તાપી જિલ્લાના બગુમરા, વાંકાનેર, સોનગઢ, કઠોળ તથા અન્ય કેટલીક જગ્યા ગુલાબની વૈજ્ઞાનિક પઘ્ઘતિથી ખેતી કરવામાં આવે છે. સુરત જિલ્લામાં અનેક જગ્યાએ દેશી ગુલાબના ખેતરો તો છે પરંતુ ગ્લેડિયેટક (હાઈબ્રીડ પ્રકારના) ગુલાબો માટે ખાસ ગ્રીન હાઉસ પોલી હાઉસ બનાવવામાં આવ્યા છે.
સુરતમાં નર્સરી ધરાવનારા અજયભાઈ કહે છે, ગુજરાતમાં વેપારીક ધોરણે ખેતી અમદાવાદ, વડોદરા, આણંદ, સુરત તથા નવસારી અને વલસાડ જિલ્લામાં કરવામાં આવે છે. હાલ આપણા દેશમાં દેશી તથા વિદેશી જાતો મળી લગભગ ૨૦૦૦ જેટલી જાતોના ગુલાબો જોવા મળે છે. આમ, હવે ગુલાબ માત્ર શોભા કે પ્રેમની અભિવ્યક્તિ કરવાના સાધન સાથે સાથે ખેડુતો માટે કમાણીનું સાધન બની ગયું છે.
શિયાળામાં ગુલાબના છોડ પર સૌથી વઘુ ફુલ આવતાં હોય છે. ગુલાબ પ્રિય વ્યક્તિને આપવા ઉપરાંત દેવની આરાધના માટે, શોભન માટેથી માંડીને ગુલાબના ફુલમાંથી ગુલકંદ, હાર, કલગી, અત્તર અને ગુલાબજળ પણ બનાવવામાં આવે છે.
નારાણપરમાં ખેડૂતે વાવેલા ઝાડ રોજ એકથી બે કિલો કાજુ આપે છે : બે હેકટરમાં કરશે હવે વાવેતર




કચ્છના ખેડૂતોની મહેનત રંગ લાવતાં હવે અહીં પણ કાજુની ખેતી શક્ય બને તેવાં એંધાણ વર્તાઇ રહ્યા છે. સામાન્ય રીતે મહારાષ્ટ્ર રાજ્ય, ગોવાની ફળદ્રૂપ જમીન વગેરેમાં કાજુનું મબલક ઉત્પાદન થાય છે, ત્યારે સુકાભઠ્ઠ કચ્છમાં કાજુને ઉગાડવા ખેડૂતો પ્રયત્નશીલ થતાં કાજુની ઉપજનો ચમત્કાર અહીં પણ


સજાર્યો છે. ભુજ તાલુકાના નારાણપર ગામના એનઆરઆઇ એવા વેલજી શામજી પીંડોરિયાની માલિકીની વાડીમાં ખેડૂત એવા દેવજી કુંવરજી ભાભાણીએ પ્રયોગાત્મક રીતે બે ઝાડ કાજુના બે વર્ષ પહેલા રોપ્યાં હતા. તે ઝાડમાંથી હાલે રોજ એકથી બે કિલો જેટલા કાજુ ઉતરવા લાગતા ખેડૂતોનો પ્રયોગ   સફળ  રહ્યો    છે. સામાન્ય રીતે અહીંની વિષમ આબોહવાને લીધે કાજુની ખેતી થઇ શકે નહીં તેવી છાપ ખેડૂતોમાં પ્રવત્તિ રહી છે. ત્યારે હવે તે છાપને ભૂંસવા હવે દેવજીભાઇએ આ પ્રયોગ સફળ રહેતા ર એકરમાં કાજુની જ ખેતી કરવાની તેમણે તૈયારી કરી લીધી છે. ભવિષ્યમાં કાજુની ખેતી આ વિસ્તારના બીજી ખેડૂતો પણ કરે તેવા ઉજળા સંજોગો ઉભા થયા છે.

ભરાડીયા ખાતે આંબા, ચીકુની કલમની જેમ ટૂંકાગાળાના વેલાવાળાં શાકભાજી, ફળછોડો માટે કલમ, ગ્રાફ્ટ       નર્સરી તથા  શુદ્ધ   બિયારણનો  પ્રોજેક્ટ       સાકાર થશે કલોલના પીયજ ગામે ૧૦ એકર જમીનમાં કેપ્સીકમ  માટે   ગ્રીનહાઉસ   બનશે

રાજ્ય સરકાર,બેંકો, કૃષિ યુનિવર્સિટીઓ, સાહસિકો અને ખેડૂતો, ટેક્નોલોજી સપ્લાયરો તથા તજજ્ઞોના સંકલનથી ગુજરાત બીગર એન્ડ બેટર ઈઝરાયલ બનશે.સુરત જિલ્લાના મઢી ખાતે પ્રમુખ એગ્રી ક્લિનિકના દેવેન્દ્ર પટેલ એશિયાની સૌથી મોટી બાયો કંટ્રોલ લેબના પ્રોજેક્ટનો એમઓયુ કરનાર છે. આ લેબમાં પ્લાંટ હેલ્થ કિલનિક, લીફ ટિશ્યુ એનાલિસિસ લેબ વગેરેનો અત્યાધુનિક ટેક્નોલોજી સાથે સમાવેશ કરાયો   છે.     આ     વિશ્વકક્ષાનો    ૭      કરોડનો        પ્રોજેક્ટ છે. કેન્દ્રના કૃષિ મંત્રાલયના સ્મોલ ફાર્મર એગ્રી બિઝનેસ કન્સોર્ટિયમના પેનલ કન્સલન્ટન્ટ નવસારીના વિનોદચંદ્ર દેસાઈ (સી.એ.)એ વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૧૧ સમિટમાં રાજ્યભરમાંથી થનારા કૃષિ ક્ષેત્રના એમઓયુની માહિતી આપતા દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ચીમીપાતલ ખાતે જે.જે. ફલોરાપાર્ક દ્વારા ૬૦ એકર જમીનમાં એક એકરના ૨૨ ગ્રીન હાઉસ ગુલાબ માટે, ૧૨ ગ્રીન હાઉસ જરબેરા માટે તૈયાર કરવાનો        એમઓયુ              થનાર  છે. આ સાથે એક રિસર્ચ સેન્ટર પણ ઉભું કરવામાં આવશે. ૯૪ ટકા આદિવાસી વસતિ ધરાવતા આ તાલુકામાં ભવિષ્યમાં આદિવાસી તથા સામાન્ય ખેડૂતોને પોતાની જમીનમાં ગ્રીન હાઉસ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. બારડોલી તાલુકાના ઉવા ગામે હિમસન ફલોરા પાર્ક દ્વારા ૮ એકરમાં ગુલાબ તથા ૪ એકરમાં જરબેરાની ખેતી માટે ગ્રીન હાઉસનું નિર્માણ કરવામાં આવશે. ભવિષ્યમાં આ પ્રોજેક્ટ ૧૦૦ એકર સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે.
વધુમાં તેઓ જણાવે છે કે સુરત ડિસ્ટ્રિક્ટ હાઈટેક ફાર્મર્સ કો.ઓ. સોસાયટી લિ. જહાંગીરપુરાના સભાસદોના સુરત જિલ્લામાં ૨૦૦ એકર વિસ્તારમાં ફૂલોની ખેતી માટે ગ્રીન હાઉસ છે. આ ગ્રીન હાઉસના ઉત્પાદનો માટે પેકિંગ, ગ્રેડિઁગ, કલેક્શન, સ્ટોરેજ સેન્ટર વગેરેની વ્યવસ્થા છે.
આ સોસાયટી વાઈબ્રન્ટ ગુજરાતમાં સરકાર સાથે એમઓયુ કરી ૫૦૦ એકર વિસ્તારમાં ફલોરિકલ્ચર માટે ગ્રીનહાઉસ બાંધવાનો લક્ષ્યાંક ધરાવે છે. તદ્ઉપરાંત રાજ્યના ૧૦૦થી વધુ પ્રગતિશીલ ખેડૂતો ફલોરિકલ્ચર માટે વ્યક્તિગત ધોરણે ગ્રીન હાઉસ માટે સરકાર સાથે એમઓયુ કરનાર છે.
કલર કેપ્સીકમના એમઓયુ બાબતે માહિતી આપતા વિનોદચંદ્ર દેસાઈ જણાવે છે કે ગાંધીનગર





જિલ્લાના કલોલ તાલુકાના પિયજ ગામે ૧૦ એકર જમીનમાં કેપ્સીકમ માટે ગ્રીન હાઉસ તૈયાર કરવાનો પ્રોજેક્ટ છે. કચ્છ જિલ્લાના ભૂજ ખાતે આશાપુરા ગ્રુપ તરફથી ૨૧ એકર જમીનમાં કલર કેપ્સીકમ માટે નેટ હાઉસના પ્રોજેક્ટનો એમઓયુ કરવામાં આવનાર છે. રાજ્ય સરકારે આગામી બે વર્ષમાં કલરકેપ્સીકમ માટે ૧૦૦૦ હજાર ગ્રીન/નેટ હાઉસ પ્રોજેક્ટનો સંકલ્પ કર્યો છે.
આગામી સમિટમાં હાઈટેક નર્સરી માટે પણ સારા એવા પ્રમાણમાં એમઓયુ થવાના છે. ભરૂચ જિલ્લાના ભરાડીયા ખાતે આંબા, ચીકુની કલમની જેમ ટૂંકાગાળાના વેલાવાળા શાકભાજી, ફળછોડો માટે કલમ, ગ્રાફટ નર્સરી તથા શુદ્ધ બિયારણનો પ્રોજેક્ટ સાકાર થશે. આ પ્રોજેક્ટના પ્રમોટર ભરાડીયાના જયેશ પટેલ છે. સુરતના કામરેજ ખાતે સ્વાગત ગ્રુપના વલ્લભભાઈ પટેલ આયુર્વેદ નર્સરીના પ્રોજેક્ટ માટે એમઓયુ         કરશે. નવસારી જિલ્લાના અંભેટા ખાતે સમીર ફાર્મના અનિલભાઈ વશી મોડેલ નર્સરીના પ્રોજેક્ટ માટે સરકાર સાથે એમઓયુ કરશે. નવસારીના આમડપોર ખાતે દેસાઈ ફ્રુટસ એન્ડ વેજિટેબલ્સના એમડી તથા અપિડાના ડિરેક્ટર અજીત દેસાઈ બનાના ટિશ્યુ કલ્ચર લેબોરેટરી તથા ખેડૂતો માટે હોર્ટિકલ્ચર ટ્રેનિંગ સેન્ટરના પ્રોજેક્ટનો એમઓયુ કરનાર છે. વિશ્વકક્ષાની અધ્યતન ટેક્નોલોજી ધરાવતી આ લેબોરેટરી તથા ટ્રેનિંગ સેન્ટર ગુજરાતનું એક નજરાણું બની રહેશે.
ઈન્દોર સ્થિત ઉદ્યોગગૃહ તથા સુરતના જલધારા-સવાણી ગ્રુપ તરફથી નવસારી અને કોસંબા (સુરત) ખાતે વિશાળ કદના બેકરી, વેફર્સ તથા ફલોર મિલના એકમો આવી રહ્યા છે. હાલમાં દ.ગુ.ના નવસારી, સુરત અને બારડોલી ખાતે ૬ કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે. વાપી, વલસાડ, મઢી, સુરત, અંકલેશ્વર તથા નવસારીમાં કોલ્ડ સ્ટોરેજ તથા કોલ્ડ ચેઈનના નવા પ્રોજેક્ટસ માટે એમઓયુ થનાર છે.

દક્ષિણ ગુજરાતમાંથી માત્ર મુંબઇમાં રોજના બે હજાર ટન કેળાંની થતી સપ્લાય...

દ.ગુ.ના વલસાડ, નવસારી, વાંસદા, ગણદેવી, કામરેજ, બારડોલી, રાજપીપળા વગેરે શહેરોના એપીએમસી, સહકારી સંસ્થાઓ તથા ખાનગી સાહસિકો બનાના રાયપનિંગ ચેમ્બરના પ્રોજેક્ટ લાવી રહ્યા છે. રાયપનિંગ ચેમ્બર થકી કેળા બજારની પદ્ધતિ બદલાઈ ગઈ છે. લોકોને આરોગ્યપ્રદ પદ્ધતિથી પકવેલા કેળા મળતા થયા છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાંથી માત્ર મુંબઈ ખાતે રોજ ૨૦૦૦ ટન કેળાની સપ્લાય થાય છે.

ઉત્તર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ફૂલોનું વાવેતર બમણું થયું :
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો ફૂલની ખેતીમાં મોખરે

ઓછા પાણીવાળા ઉત્તર ગુજરાતના ખેતરોમાં ફુલોની મહેંક પ્રસરી રહી છે. ઉત્તર ગુજરાતમાં ફુલોની ખેતીનો વિસ્તાર છેલ્લા પાંચ વર્ષમાં બમણો થયો છે. ઉત્તર ગુજરાતમાં વર્ષ ૨૦૦૫-૦૬ના વર્ષમાં માત્ર ૧૫૮ હેક્ટર વિસ્તારમાં જ ફુલોની ખેતી થઇ હતી જે વર્ષ ૨૦૦૯-૧૦માં ૩૧૬ હેક્ટર નોંધાઇ છે. જોકે રાજ્યના અન્ય જિલ્લાઓની સાપેક્ષમાં ઉ.ગુ.માં ફુલોની મહેંક પ્રમાણમાં ઓછી પ્રસરી છે.
મહેસાણા સહિત ઉત્તર ગુજરાત વિસ્તારમાં સામાન્ય રીતે ધાન્ય પાક, કઠોળ તથા રોકડીયા પાકની ખેતી થતી જાય છે. જોકે ઓછા પાણીની સમસ્યાને લીધે ખેડૂતો પશુપાલન તથા બાગાયતી પાકો તરફ વયા છે. છેલ્લા પાંચ વર્ષમાં બાગાયતી પાકોનું વાવેતર ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં વર્ષ ૨૦૦૫-૦૬માં ગુલાબ, મેરીગોલ્ડ, મોગરો, લીલી સહિતના ફુલોનું માત્ર ૧૫૮ હેક્ટરમાં જ વાવેતર થયું હતું. જે વર્ષ ૨૦૦૯-૧૦માં વધીને ૩૧૬ હેક્ટરે પહોંચ્યું છે.
વર્ષ ૨૦૦૫-૦૬માં મહેસાણા જિલ્લામાં ૪૮ હેક્ટરમાં વાવેતર કરાતાં ૨૪૪ મેટ્રીક ટન ફુલોનું ઉત્પાદન થયું હતું. બનાસકાંઠામાં ૮૧ હેક્ટરમાં વાવેતર થતાં ૪૯૫ મેટ્રીક ટન ઉત્પાદન થયું હતું. સાબરકાંઠા જિલ્લામાં ૧૫ હેક્ટરમાં વાવેતરની સામે ૬૦ મેટ્રીક ટન તથા પાટણ જિલ્લામાં કરાયેલા ૧૪ હેક્ટર વાવેતરની સામે ૬૭ મેટ્રીક ટન ઉત્પાદન થયું હતું. ચીલા ચાલુ ખેડૂતોએ ટપક પધ્ધતિ, ગ્રીન હાઉસ સહિતની આધુનિક ખેતી અખત્યાર કરતાં વર્ષ ૨૦૦૯-૧૦માં ફુલ ખેતી તથા ઉત્પાદન બમણું વધ્યું છે.
વર્ષ ૨૦૦૯-૧૦માં મહેસાણા જિલ્લામાં ફુલોની ૬૦ હેક્ટરમાં વાવેતર કરાતાં ૩૪૪ મેટ્રીક ટન ઉત્પાદન મળ્યું હતું. બનાસકાંઠામાં ૧૬૨ હેક્ટરમાં ફુલ ખેતી કરાતાં ૧૫૫૬ મે.ટન ઉત્પાદન મળ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં ૬૭ હેક્ટરના વાવેતરથી ૪૪૬ મેટ્રીક ટન તથા પાટણ જિલ્લામાં ૨૭ હેક્ટર વાવેતરથી ૨૦૪ મેટ્રીક        ટન     ઉત્પાદન        મળ્યું   હતું.

મેરીગોલ્ડની  સુવાસ      ચોમેર ફેલાઇ

ઉત્તર ગુજરાતના ખેતરોમાં મેરીગોલ્ડનું વાવેતર પ્રમાણમાં સારૂ કહી શકાય એમ છે. મહેસાણા જિલ્લામાં ૨૭ હેક્ટરમાં મેરીગોલ્ડનું વાવેતર કરાતાં ૧૩૫ મેટ્રીક ટન ઉત્પાદન મળ્યું હતું. બનાસકાંઠામાં ૧૨૦ હેક્ટરમાં વાવેતર થતાં ૧૨૦૦ મેટ્રીક ટન, સાબરકાંઠામાં ૫૭ હેક્ટરમાં વાવેતર થતાં ૩૫૬ મેટ્રીક ટન તથા પાટણ જિલ્લામાં ૧૨ હેક્ટરમાં વાવેતર કરાતાં ૫૪ મેટ્રિક ટન ઉત્પાદન મળ્યું હતું.

બાગાયત    ખેતી  ખેડૂતોને      ફાયદાકારક

બાગાયક કચેરીના અધિકારી મુકેશભાઇ ગાલવાડીયાએ જણાવ્યું હતું કે, સામાન્ય પાકની ખેતી કરતાં બાગાયત પાકોની ખેતી ખેડૂતોને વધુ ફાયદો કરાવી આપે છે. ટપક પધ્ધતિ કે ગ્રીન હાઉસમાં બાગાયત પાક લેવામાં આવે તો સારૂ ઉત્પાદન મળે છે. રાજ્યના અન્ય જિલ્લાઓની સાપેક્ષમાં હવે ઉત્તર ગુજરાતના ખેડૂતો ધીમે ધીમે પણ બાગાયત તરફ આગળ આવી રહ્યા છે.

રાજ્યની     સાપેક્ષ ઉ.ગુ   સામાન્ય!

રાજ્યના મધ્ય તથા દક્ષિણ વિસ્તારના ખેડૂતોની સાપેક્ષમાં ઉત્તર ગુજરાતના ખેડૂતો ફુલ, ફળ સહિતની બાગાયત ખેતીમાં ઘણા પાછળ છે. વર્ષ ૨૦૦૫-૦૬માં રાજ્યમાં ૭૧૧૮ હેક્ટરની સામે ઉ.ગુમાં માત્ર ૧૫૮ હેક્ટરમાં ફુલોનું વાવેતર કરાયું હતું. વર્ષ ૨૦૦૯-૧૦માં સમગ્ર રાજ્યમાં ૧૨૫૩૪ હેક્ટરમાં વાવેતર થયું હતું જેની સરખામણીમાં માત્ર ૩૧૬ હેક્ટરમાં જ ફુલોની મહેક પ્રસરી હતી

આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે . જેમાં 70 % થી 80% લોકો ગામડામાં રહી ખેતી કરી જીવન નિર્વાહ કરે છે . દેશના અર્થતંત્રમાં ખેતી હજુ પણ ચાવીરૂપ સ્થાન ધરાવે છે. આ સ્થિતિમાં ઘણા વર્ષો સુધી ફેરફાર થવાના કોઇ સંજોગો નથી કારણ કે વધતી જતી વસ્તીનો પ્રાથમીક જરૂરીયાતનો ખેતી સિવાય બીજો કોઇ વિકલ્પ હોઇ શકે નહીં , પરંતુ ખેતીના વિકાસનો આધાર ખેતપેદાશના ખરીદ વેચાણ માટે સુવ્યવસ્થિત બજારોના વિકાસ પર અવલંબે છે . વધુ ઉત્પાદન માટે ખેડુતોનો ઉત્સાહ વધે એવી રીતનું એક તૈયાર બજાર મલી રહે તેમજ તેની પેદાશની વ્યાજબી કિંમત આવે અને તેના માટે પ્રેરણારૂપ બની રહે છે. આ હેતુ સિધ્ધ કરવા માટે ભારત ભરમાં નિયંત્રીત બજારો સ્થાપી માર્કેટ યાર્ડમાં ખેત પેદાશની વ્યાજબી આધુનિક વેચાણ વ્યવસ્થા અને સવલતો માલ વેચનારને મલી રહે અને બજારમાં ખેડુત ગૌરવભરે પોતાના માલનું વેચાણ કરી શકે તેવી કાયદાકીય જોગવાઇ કરવામાં આવેલી છે

કૃષિક્ષેત્રે વૈજ્ઞાનિક પિયત પદ્ધતિઓ અપનાવી પાણીનો કરકસરયુક્ત કાર્યક્ષમ ઉપયોગ કરીશું તો જ જળ અને જમીન જેવા પાક ઉત્પાદનના મુખ્ય ઘટકોની જાળવણી થઈ શકશે : જળબચત એ માત્ર ખેતી નહીં       સમગ્ર સૃષ્ટિ  માટે   જરૂરી.
સમગ્ર સજીવ સૃષ્ટિ માટે પાણી એક અતિ મહત્વનું અનિવાર્ય પરિબળ છે કે જે માનવજાતને કુદરત તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે. પાણી માટેની માનવજાતની માંગ અને પુરવઠા વચ્ચેની સમતુલા પ્રવર્તમાન સમયમાં ભાંગી રહી છે. છેલ્લા ૭૦ વર્ષ દરમિયાન વિશ્વની વસ્તી બે અજબથી વધીને ત્રણ ઘણી     થઈ    છે      અને    આજે   ૬.૧        અજબ જેટલી  થાય   છે. આ વસ્તીની જીવન જરૂરિયાતને પહોંચી વળવા ખેતી ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો. આ ઔદ્યોગિક વિકાસની સાથે સાથે લોકજીવન શૈલીમાં પણ નોંધપાત્ર બદલાવ આવ્યો. જેને કારણે પાણીનો વપરાશ પણ છ ગણો વધ્યો છે. જેના પરિણામ સ્વરૂપે દુનિયાના ભારત સહિતના ૩૧ દેશમાં પાણીની તંગી ઊભી થઈ છે. આવતા દાયકાઓમાં પાણીની તંગીની સ્થિતિ વધુ વણસે તેવા અણસાર છે.
પાણીનો જો કોઈ મુખ્ય સ્ત્રોત હોય તો તે વરસાદ છે. આપણો ભારત દેશ એક નસીબદાર દેશ છે કે જેને
સતત અને ખૂબ જ નિયમિત ચોમાસાની ઋતુમાં વરસાદ મળેલ છે. ચોમાસાની ઋતુ દરમિયાન આપણા દેશમાં વાર્ષિક સરેરાશ ૧૧૦૦ મી.મી. જેટલો વરસાદ પડે છે. આ વરસાદ ચોમાસાના ૧૦૦ દિવસ દરમિયાન પડે છે. પરંતુ કમનસીબી એ છે કે આ સરેરાશ વરસાદના ૫૦ ટકા વરસાદ માત્ર ચોમાસાના ૧૫ દિવસમાં જ ખાબકી જાય છે. સાથે સાથે સ્થળે સ્થળે અને સમયે સમયે વરસાદના પ્રમાણમાં ભિન્નતા પણ ખૂબ જ છે. જ્યારે મેઘાલય-ચેરાપુંજીમાં ૧૨૦૦૦ મી.મી. અને દક્ષિણ ગુજરાતમાં ૧૫૦૦ મી.મી. જેટલો વાર્ષિક સરેરાશ વરસાદ પડે છે.
આમ, આપણા દેશમાં વાર્ષિક સરેરાશ ૪૦૦૦ બિલીયન ઘનમીટર પાણી વરસાદ દ્વારા મળે છે. પરંતુ વરસાદના પ્રમાણમાં ખૂબ જ ભિન્નતાને લીધે વરસાદરૂપી પાણીના સ્ત્રોતની જાળવણી કરવી ખૂબ જ મુશ્કેલ બને છે. વિશ્વની સરખામણીમાં આપણા ભારત દેશ પાસે તાજા પાણીનો જથ્થો માત્ર ચાર ટકા છે. એક તારણ મુજબ સને ૧૯૫૧માં ભારતમાં માથાદીઠ પાણીનું પ્રમાણ ૫૧૭૭ ઘનમીટર હાલ જે ૧૮૨૦ ઘનમીટર જેટલું છે અને સને ૨૦૫૦ની સાલમાં જે માત્ર ૧૧૪૦ ઘનમીટર પ્રતિવર્ષ જેટલું જ થઈ જવાની સંભાવના છે. આમ સને ૨૦૫૦ માં દેશની ૭૬ ટકા વસ્તી વસે છે એવા ૭૦ ટકા વિસ્તારમાં પાણીની    તીવ્ર તંગી ઊભી થશે.ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર ૧૯૬ લાખ હેક્ટર છે. જે પૈકી ૯૬ લાખ હેક્ટર વિસ્તાર ખેડાણ હેઠળ છે. જે પૈકી ૩૧ લાખ હેક્ટર વિસ્તારમાં પિયતની સગવડ છે. જેમાંથી ૧૩ લાખ હેક્ટર (૪૧.૯ ટકા) નહેરથી અને ૧૮ લાખ હેક્ટર (૫૮.૧ ટકા) કુવાથી (ભૂગર્ભ જળથી) પિયત થાય છે કે જેમાંના મોટાભાગના પાણીની ગુણવત્તા પણ નબળી છે. આ ઉપરાંત પિયત માટે જરૂરી પાણીનો જથ્થો મેળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી કુલ ૨૫ બંધ નદી ઉપર બાંધી, મોટા, મધ્યમ અને નાના ઈરીગેશન પ્રોજેક્ટ તૈયાર કરાયા છે.
જે પૈકી દક્ષિણ ગુજરાતમાં ૬, મધ્ય ગુજરાતમાં ૭, ઉત્તર ગુજરાતમાં ૮ અને સૌરાષ્ટ્રમાં ૪ જેટલા પ્રોજેક્ટ છે. ગુજરાત રાજ્યના મહીકડાણા પ્રોજેક્ટ દ્વારા ૨.૬૦ લાખ હેક્ટર જમીન વિસ્તારને પિયત પુરૂ પાડવામાં આવે છે અને સરદાર સરોવર યોજના દ્વારા વધુ ૨૧ લાખ હેક્ટર જમીન વિસ્તારને પિયત પુરૂ પાડવાનો લક્ષ્યાંક છે. દક્ષિણ ગુજરાતમાં તાપી નદી ઉપર બાંધવામાં આવેલ બહુલક્ષી ઊકાઈ કાકરાપાર પ્રોજેક્ટ દ્વારા ૩.૪૩ લાખ હેક્ટર જમીન વિસ્તારને પિયત હેઠળ આવરી લેવામાં આવેલ       છે.

જળસ્ત્રોત     વ્યવસ્થાના ફાયદા      ભરપૂર
(
૧) જળસ્ત્રાવ વ્યવસ્થા દ્વારા જળ અને જમીન જેવા મહામૂલ્ય સ્ત્રોતોની જાળવણી થાય છે.
(૨) વનસ્પતિ-સૃષ્ટિની જાળવણી થવાથી જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક ફળદ્રુપતામાં     
     વધારો કરી શકાય છે.
(૩) પશુપાલનનો વિકાસ કરી શકાય અને આડકતરી રીતે ખેત-ઉત્પાદન વધારી આવક વધારી      
      શકાય છે,  
(૪) જીવન ધોરણ ઊંચુ લાવી શકાય છે,
(૫) વહી જતા પાણીનો સંગ્રહ કરી મત્સ્ય ઉદ્યોગ અને વહાણવટાના ઉદ્યોગો પણ વિકસાવી શકાય     
      છે,
(૬) ઔદ્યોગિક વિકાસની તકો ઊભી કરી શકાય છે,
(૭) અનિયમિત વરસાદના પાણીના નિકાલનો  પ્રશ્ન હલ કરી શકાય છે,
(૮) મોટા જળાશયો-બંધોમાં તેમજ નદીના મુખ્ય પ્રદેશમાં થતું માટીનું પુરાણના પ્રશ્નને હળવો    
     બનાવી શકાય છે,
(૯) જળાશયો-બંધોનું આયુષ્ય વધારી શકાય છે,
(૧૦) ભુગર્ભજળની ગુણવત્તા સુધારી શકાય છે,
(૧૧) દરિયાનું નબળી ગુણવત્તાવાળું પાણી જમીનમાં આગળ વધતું અટકાવી શકાય છે.

 ખેતી સાથે  જળસ્ત્રોત     જાળવણીની  પદ્ધતિઓ

(
૧) ખેતરોમાં ધોરિયા બનાવવા,
(૨) ખેત તલાવડીઓ બાંધવી,
(૩) રસ્તાના વહેણનું પાણીને રોકવું,
(૪) તળાવોમાં નદી-નાળાનાં પાણીનો સંગ્રહ કરવો,
(૫) ખેતરમાંથી વહી જતા પાણીને ખેતરમાં નિચાણવાળા વિસ્તારમાં શોષ કુવાઓ બનાવવા,
(૬) ઘરની અગાસી કે છાપરાનું પાણી તથા પાકા ફિળયાનું વરસાદનું પાણી પાઈપો દ્વારા બોરમાં      
    ઉતારવું,
(૭) કુવાઓમાં ૪’’ થી ૬’’ વ્યાસના ૧૦૦ ઊંડા બોર કરવા,
(૮) નદીઓમાં ગુપ્ત આડબંધ બાંધવા
(૯) પાણીનો સંગ્રહ ખેતરમાં જ કરવો,
     જે માટે (૧) ઠાળની વિરુધ્ધ દિશામાં ખેડ કરવી,
             (૨) સમતળ પાળા બાંધવા,
             (૩) ઢાળ પ્રમાણમાં પધ્ધતિથી વાવેતર કરવું,
          (૪) મિલ્ચંગ (આવરણ) કરીને આવરણ તરીકે શેરડીની પાતરી, ઘંઉનું કુવળ, પ્લાસ્ટિક    
               તેમજ કાચું ઘાસનો ઉપયોગ કરવો.
         (૫) સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવો,
         (૬) પાકને કટોકટીની અવસ્થાએ જ પાણી આપવું.

·      ખાતર
ખાતરના પ્રકારો
(૧)કુદરતી ખાતર (૨) કૃત્રિમ ખાતર
 (૧)કુદરતી ખાતર
૧. છાણિયું ખાતર
છાણિયું ખાતર બનાવવા એક મોટો ખાડો કરવામાં આવે છે તેમાં પ્રાણીઓના છાણ, મૂત્ર તથા કૃષિ કચરો નાખવામાં આવે છે આ બધું મિશ્રણ સેન્દ્રિય ખાતર રૂપે તૈયાર થાય છે.
૨. કૉમ્પોસ્ટ ખાતર
*કૉમ્પોસ્ટ ખાતર બનાવવા ખેતપેદાશના દરેક પ્રકારના છોડનો નકામો કચરો ભેગો કરવો.
* જમીન પર આશરે ૧૦ ફૂટ લાંબો, ૩ ફૂટ ઊંડો, ૬  ફૂટ પહોળો ખાડો બનાવવો.
* તે ખાડામાં ભેગા કરેલા કચરાનો આશરે ૮ થી  ૧૦ સેમી જેટલો સ્તર પાથરો.
* તેમાં પાણી ઉમેરેલું તાજું છાણ, પ્રાણીઓનું મૂત્ર, જૂનું છાણિયું ખાતર અને રાખ મેળવી બનાવેલો રગડો દરરોજ એકથી બે વખત એકસરખી રીતે છાંટવો.
  *આ પ્રમાણે દરરોજ કરવાથી ૬ થી ૭ દિવસમાં ખાડો સંપૂર્ણ ભરાઇ જશે.
*સ્તરની સપાટી ભીની રાખવા પાણી છાંટતાં રહેવું.
*સડેલા કચરાને મહિનામાં એકવાર ઉપર તળે ફેરવવો. તેના ઉપર જૂનું છાણિયું ખાતર નાખવું.
* આ પધ્ધતિથી આશરે ૭૫ થી ૮૦ દિવસમાં ખાતર તૈયાર થઇ જશે.
* આ રીતે થયેલા ખાતરને કૉમ્પોસ્ટ ખાતર કહે  છે. 
૩. વર્મી કૉમ્પોસ્ટ ખાતર
          સૌ પ્રથમ લીલો કે સૂકો કૃષિ કચરો ભેગો કરવો,  કૃષિ કચરાને માટી સાથે ખાડામાં ભેળવો. તેમાં ભેજ જળવાઇ રહે તેટલું પાણી ભરો, ત્યાર બાદ તેમાં અળસિયાં મૂકો. ભેજ જળવાય એ માટે થોડા-થોડા દિવસના અંતરે તેમાં પાણીનો છંટકાવ કરતા રહો. અળસિયાં માટી અને કચરાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ઉત્સર્જન ક્રિયામાં ચરક માટીના ઉપરના ભાગે ઠાલવે છે. આ પ્રમાણે તૈયાર થયેલા ખાતરને વર્મી કૉમ્પોસ્ટ ખાતર કહે છે.
૪. લીલો પડવાશ
કોઇ પણ છોડ કે વનસ્પતિનાં પાંદડાં, ડાળીઓ વગેરે લીલી અને કૂણી હોય ત્યારે જમીનમાં દાટી દેવી. આ દટાયેલી વનસ્પતિ સડીને સેન્દ્રિય ખાતર બને છે તેને  લીલો પડવાશ કહે છે.                                                                                               
૫. બાયોગૅસ પ્લાન્ટમાંથી મળતું ખાતર
બાયોગૅસ પ્લાન્ટમાં પ્રાણીઓનાં મળ-મૂત્રનો ઉપયોગ થાય છે. બાયોગૅસ પ્લાન્ટમાં ઉત્પન્ન થયેલા વાયુને બાયોગૅસ કહે છે. પ્લાન્ટમાં બાકી  રહેલો ભાગ ખાતર તરીકે વપરાય છે. 
૬.અન્ય સેન્દ્રિય ખાતર
કપાસિયાનો ખોળ, દિવેલીનો ખોળ, મગફળીનો ખોળ, મહુડાનો ખોળ, લીંબોળીનો ખોળ, કરંજનો ખોળ.
(૨) કૃત્રિમ ખાતર
૧. નાઇટ્રોજનયુક્ત ખાતર
  -- એમોનિયમ નાઇટ્રેટ
  -- એમોનિયમ સલ્ફેટ
  -- ડાયએમોનિયમ હાઇડ્રોજન ફૉસ્ફેટ
  -- યૂરિયા
૨. પોટેશિયમયુક્ત ખાતર
  -- પોટેશિયમ ક્લોરાઇડ
  -- પોટેશિયમ નાઇટ્રેટ
૩. ફૉસ્ફરસયુક્ત ખાતર
  -- સુપર ફૉસ્ફેટ ઑફ લાઇમ
ગુજરાતના વિવિધ ગંજબજારો
ગુજરાતના માર્કેટ              વેચાતા પાકનું નામ
૧. ઊંઝા             જીરૂ, વરીયાળી, ઇશબગુલ, સરસવ, રાયડો, તલ, મેથી, એરંડા,સૂવા                  
૨. પાટણ                   જીરૂ, વરીયાળી, રાયડો, ઘઉં બાજરી, જૂવાર, બંટી.
૩. ભીલડી            ઘઉં, એરંડા, રાયડો, બાજરી,જુવાર, અડદ.
૪.ઇડર               ઘઉં, મકાઇ, એરંડા, રાયડો, બાજરી 
૫.બાવળા           ડાંગર, ઘઉં, રાઇ, મગ.
૬. તલોદ           ઘઉં, એરંડા, રાયડો, બાજરી, જુવાર, અડદ, મગફળી, ગવાર.
૭. કડી                  ઘઉં, એરંડા, બાજરી ,જુવાર, અડદ, મગફળી, ગવાર,ડાંગર,મગ, મઠ, તુવેર.                    ૮. હિંમતનગર      ઘઉં, એરંડા, બાજરી ,જુવાર, અડદ, મગફળી, ગવાર, ડાંગર 
             મગ, મઠ, તુવેર, ચણા, મકાઇ.
૯. વિજાપુર         વરીયાળી, ઘઉં, એરંડા, બાજરી, જુવાર, ગવાર, રાયડો,
              અન્ય બીજા ઘણાં બધા બજારો પણ છે.
* શાકભાજીનું સૌથી મોટું માર્કેટ અમદાવાદમાં આવેલું છે.
* ફુલબજાર પણ અમદાવાદમાં આવેલું છે. 

ટપક સિંચાઇ પધ્ધતિ


                           આ પધ્ધતિ ખૂબ જ નજીકથી વવાતા પાકો જેવા કે,  ઉં, ડુંગળી, લસણ કે  જીરૂં જેવા માટે ખાસ અનુકૂળ  આવે   છે. જેમાં સબમેઈન સાથે 1 થી ર મીટરના અંતરે  ૧૬ મી.મી. થી ર૦ મી.મી. થી વ્યાસની લેટરલ ગ્રોમેટ ટેક ઓફથી જોડવામાં આવે છે. આ લેટરલ પર ૧૬ થી પ૦   લીટર/કલાકના ડ્રીપર ફીટ કરવામાં આવે  છે. જેમાં ડ્રીપરની પ્રવાહ ક્ષમતા વધારે તેમ બે ડ્રીપર અને બે લટેરલ વચ્ચે અંતર વધારે રાખી શકાય છે. સાથો સાથ બે સબમેઇન વચ્ચે અંતર ધટાડવું જરૂરી બને છે. કારણ કે, ઓછા દબાણ હોવાથી લેટરલમાં અમુક ક્ષમતાથી પાણી વહી શકતું નથી.
ફાયદા
*ખૂબજ  નજીકથી વવાતા પાકોમાં પણ આ ટપક સિંચાઇ પધ્ધતિમાં લેટરલ તેમ જ ડ્રીપર્સનો ખર્ચ ખૂબ જ ઓછો આવે છે.
*ડ્રીપર્સનીચ્પ્રવાહ ક્ષમતા હોવાથી ભૌતિક, જૈવિક તેમજ રાસાયણિક અશુધ્ધિથી આ પધ્ધતિ જામ થતી નથી. ખૂબ જ ઓછા દબાણની જરૂર હોવાથી ઉર્જા ખર્ચ ધટે છે.


ઉત્પાદન વધવાના કારણો
* જરૂરી પુરતા ભેજની પ્રાપ્તિ
*  વારંવાર તથા ધીરે ધીરે સૂક્ષ્મતત્વો તથા ખાતરોનું પોષણ
*  ભેજ તથા પ્રાણવાયુ વચ્ચેના આદર્શ પ્રમાણની શ્રેષ્ઠ જાળવણી
* ઉપયોગી સૂક્ષ્મજીવાણુંઓના વિકાસમાં વૃધ્ધિ
* જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે જેથી કરીને જમીનના કસનું        
        ધોવાણ અટકાવી શકાય.
મર્યાદા
*  પિયતમાં સમાનતા તેમ જ કાર્યક્ષમતા ખૂબ જ ઓછી મળે છે.
*સબ મેઈન વચ્ચે અંતર ખૂબ જ ઓછું રહેતું હોવાથી પાઈપ  
*  લાઈનનો ખર્ચ વધુ આવે છે.
*વધારે ઢાળવાળી જમીનમાં ખાસ અનુકૂળ નથી..


ફુવારા સિંચાઈ પધ્ધતિ

                                                         છેલ્લા પ૦ વર્ષથી વરસાદના આંકડાઓ તપાસતા લાગે છે કે  પ્રતિવર્ષ વરસાદ ધટતો જાય છે અને અનિયમિત બનતો જાય છે.  આથી પિયત કરવાની જરૂરીયાત વધતી જાય છે અને પિયત પાણીનો જથ્થો મર્યાદિત બનતો જાય છે. તે મર્યાદિતપણાની ચરમસીમાનો નજીકના વર્ષોમા અનુભવ થાય તેવી શકયતા નકારી શકાય નહિ. ભુગર્ભજળ ભડાંરો ઉલેચાઇ જવાથી લગભગ ખાલીખમ થવામા  છે. આથી જો આવતી પેઢીને  જીવવા માતે જળસંપતિ સાચવી રાખવી હશે તો આધુનિક સિંચાઈં પધ્ધતિ જેવી કે ફુવારા પધ્ધતિ  અપનાવી તે પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવો જ રહયો. ફુવારા પિયત સિંચાઇમાં પાકને વરસાદના રૂપમાં  પાણી આપવામાં  આવે છે.

ફુવારા સિંચાઈ પધ્ધતિના ફાયદા



  • પાણીનો ૩૦ થી પ૦ ટકા બચાવ થતો હોવાથી આપણી પાસે રહલા   પાણીના જથ્થાથી વધુ  વિસ્તાર પિયત તળે લાવીને ઉત્પાદનમાં વધારો લાવી શકાય છે.
  • કમોદ અને શણ સિવાયના કોઈપણ પાક માટે  બધાજ પ્રકારની જમીનમા અપનાવી શકાય છે.
  • ખૂબ જ  છીછરી જમીનમાં કે જેમાં કયારા કે  ધોરિયા પધ્ધતિથી, પિયત કરવા માટે સમતલ કરતા ફળદ્રુપતા   ધટી જતી હોવાથી આ પધ્ધતિ અનુંરૂપ છે. કારણકે , આમાં જમીનને સમતલ કરવાની જરૂર નથી.
  • ધું ઢાળવાળી અને ખરબચડી જમીનને સમતલ કર્યા વગર પિયત કરી  શકાય છે.
  • ઓછા પાણી પ્રવાહથી પણ પૂરી કાર્યક્ષમતાથી પિયત કરી શકાય છે.
  • છોડના પ્રકાર તથા ઉંમર પ્રમાણે જોઈએ તેટલું નિયંત્રિત પાણી આપવું શકય બને છે.
  • રાસાયણિક ખાતરો, નિન્દામણનાશકો અને ફૂગનાશકોને પિયત પાણી સાથે કરકસરપૂર્વક આપી શકાય.
  • હિમ કે વધું પડતા તાપમાનથી છોડને બચાવી શકાય છે.
  • પાળામાં રોકાતી જમીનનો વ્યય નિવારી શકાય છે.
  • આંતર ખેડ કરવામાં કોઈ મૂશ્કેલી નડતી નથી.
  • મજૂરી ખર્ચ ઓછો આવે છે.
  • જમીનનું ભૌતિક બંધારણ જળવાઈ રહે છે.








ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો