શુક્રવાર, 20 એપ્રિલ, 2012

નિબંધો

રક્ષાબંધન

            ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ બળેવ છે.
                 રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે. ભાઇ બહેનને ભેટ આપે છે.
               રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઇ બદલે છે. માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. તેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે.રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. શાળામાં છોકરીઓ પણ છોકરાઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરે છે.   રક્ષાબંધન એ ભાઇ-બહેનના પ્રેમનો તહેવાર છે.  
                      
ગાય
 ગાય પાલતું પ્રાણી છે.
  ગાય કાળી, ધોળી, રાતી, કે તપખીરિયા રંગની હોય છે.
  ગાયને ચાર પગ અને ચાર આંચળ હોય છે. તેને બે શિંગડાં, બે    
 કાન અને બે આંખ હોય છે. તેને એક લાંબી પૂંછડી હોય છે.
 ગાય ઘાસ, દાણા, ખોળ, વગેરે ખાય છે.
 ગાય દૂધ આપે છે. દૂધમાંથી દહીં, છાશ, માખણ, ઘી વગેરે બને છે.
 ગાયના છાણનું ખાતર થાય છે. ખાતર ખેતી માટે ઘણું ઉપયોગી છે.
 ગાય અંભા ---- અંભા --- બોલે છે.
                     ગાયના બચ્ચાને વાછરડુંકહે છે. તે ખૂબ રૂપાળું લાગે છે. લોકો ગાયને
ગૌમાતા કહે છે  અને તેની પૂજા કરે છે.       

કબૂતર  
કબૂતર ઘર આંગણાનું પંખી છે
કબૂતરનું શરીર સુડોળ અને ભરાવદાર હોય છે. તે રાખોડી કે સફેદ   રંગનું હોય છે. કેટલાંક કબૂતર ધોળાં, કાબરચીતરાં કે તપખીરિયાં  રંગનાં હોય છે. કબૂતર અવાવરું ઘર કે કૂવામાં રહે છે. કબૂતર દાણા તથા જીવડાં ખાય છે.કબૂતર તેનું ગળું ફુલાવીને ઘૂ  ઘૂ  ઘૂબોલે છે. કબૂતરોને પારેવાંપણ કહે છે. કબૂતર ઝડપથી ઊડી શકે છે દિશા પારખવાની તેનામાં ગજબની સૂઝ હોય છે. તેથી જૂના જમાનામાં લોકો સંદેશા મોકલવા માટે તેનો ઉપયોગ કરતા. કબૂતર ભોળું પંખી છે. તતે શાંતિના દૂતતરીકે જાણીતું છે.        
       એટલે જ  ખાસ પ્રસંગોએ આકાશમાં સફેદ કબૂતરો ઉડાડવામાં આવે છે.
                         પોપટ
             
           પોપટ સુંદર પંખી છે.
          પોપટનો રંગ લીલો હોય છે.
          પોપટના ગળે  કાળા રંગનો કાંઠલો હોય છે .
          પોપટની ચાંચ લાલ રંગની હોય છે.
          પોપટની ચાંચ વાંકી અને મજબૂત હોય છે.
          પોપટને બે આંખો અને બે પગ હોયછે.
          પોપટ,મગની દાળ,દાડમ,જામફળ ખાય છે.
          પોપટ મીઠું મીઠું બોલે છે.
          પોપટ માણસ જેવું બોલી શકે છે.
          પાળેલા પોપટને પાંજરામાં રાખવામાં આવે છે.

મારું ઘર

     મારું ઘર પાકું છે.
     મારા ઘરની દિવાલો ઇંટો, સિમેન્ટ અને રેતીની બનેલી છે.
     મારા ઘરની છત પર અગાશી છે.
     મારા ઘરમાં બે બારી-બારણા છે.
     મારા ઘરમાં ત્રણ ઓરડા છે.
     રસોડામાં મારી મમ્મી રસોઇ કરે છે.
     મારા ઘરમાં પાણી નળમાંથી આવે છે.
     મારા ઘરમાં અજવાળું વીજળીથી થાય છે.
     મારા ઘરમાં દાદા-દાદી,મમ્મી-પપ્પા અને ભાઇ-બહેન રહે છે.
ઘર આપણને ઠંડી, ગરમી અને વરસાદથી બચાવે છે.
ઘર ચોખ્ખું રાખવું જોઇએ. ઘરમાં બધા સંપીને રહે છે.
ઘરમાં સુખ-શાંતિ મળે છે.  


પંદરમી ઑગસ્ટ

આપણા દેશનું નામ ભારત છે.
આપણા દેશમાં પહેલાં અંગ્રેજોનું રાજ હતું.
અંગ્રેજો ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ના દિવસે ભારત છોડીને ચાલ્યા ગયા.
૧૫મી ઑગસ્ટે આપણને આઝાદી મળી.
આપણા દેશના બધા લોકો આ તહેવાર ઉજવે છે.
આ દિવસે શાળામાં ધ્વજવંદન કરવામાં આવે છે.
આપણે શાળાને ધજાઓ અને તોરણોથી શણગારીએ છીએ.
આ દિવસે શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે.
આપણે રાષ્ટ્રધ્વજને સલામી આપીએ છીએ.
ધ્વજવંદનમાં આપણે વંદે માતરમ ગીત ગાઇએ છીએ.
૧૫મી ઑગસ્ટએ આપણો રાષ્ટ્રીય તહેવાર છે.


મારું ગામ
મારા ગામનું નામ ઉંદરેલ છે.
મારા ગામમાં પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા આવેલી છે.
બાળકો ભણવા માટે શાળામાં જાય છે.
મારા ગામમાં બિમાર માણસોની સારવાર માટે દવાખાનું પણ આવેલું છે.
મારા ગામમાં ચાર મંદિરો આવેલાં છે. લોકો દર્શન કરવા માટે મંદિરે જાય છે.
મારા ગામમાં પાણીની ટાંકી આવેલી છે.
મારા ગામમાં પોસ્ટઑફિસ આવેલી છે. 
મારા ગામમાં ગ્રામપંચાયત પણ છે, તેમાં સરપંચ અને તલાટી કમ-મંત્રી બેસે છે

વરસાદ

   વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ છે : શિયાળો, ઉનાળો અને ચોમાસું.ચોમાસામાં વરસાદ પડે છે, તેથી તેને વર્ષાઋતુ પણ કહે છે.
           વર્ષાઋતુમાં આકાશ કાળાં કાળાં વાદળાંથી છવાઇ જાય છે. ઠંડો પવન ફુંકાય છે. વીજળીના ચમકારા અને વાદળાંના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડે છે. આથી નાનાં મોટા સૌ આનંદમાં આવી જાય છે. મોર કળા કરીને નાચે છે. દેડકાં ડ્રાંઉ ... ડ્રાંઉ ... કરે છે. ભેંસ, અને બતકને વરસાદ ખૂબ ગમે છે. ગાય, ઘેટા- બકરાં કૂકડાઓને વરસાદ નથી ગમતો.
             ખેડૂતો ખેતર ખેડે છે. તે ખેતરમાં બી વાવે છે. ધરતી પર પણ લીલું ઘાસ ઊગી નીકળે છે. કૂવા, નદીનાળાં પાણીથી ભરાઇ જાય છે.રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ અને દિવાળી જેવા મોટા તહેવારો વર્ષાઋતુ આવે છે. લોકો આ તહેવારો આનંદથી ઊજવે છે.
          વર્ષાઋતુ આપણને ઘણી ઉપયોગી છે. તેથી તે આપણી પ્રિય ઋતુ છે.
                                

માં

   મારી મમ્મી મને ખૂબ વ્હાલી છે.
   મારી મમ્મી સવારે વહેલી ઉઠે છે. તે ઘરનાં બધાં કામો જાતે કરે છે.મારી મમ્મી મને સવારે વહાલથી જગાડે છે. તે મને જલદી જલદી તૈયાર કરે છે. તે મને નિશાળનું લેશન કરાવવામાં મદદ કરે છે. તે મને શાળાએ મૂકવા-લેવા આવે છે. મારી મમ્મીને હું બિમાર હોઉં તો તેને ખાવાનું ભાવતું નથી. તે મને તરત દવાખાને લઇ જાય છે અને મારી દવા કરાવે છે. મારી મમ્મીને હું રમતાં કે ચાલતાં પડી જાઉં તો મને ખમ્મા કહે છે, અને મને દવા લગાવે છે. મારી મમ્મી ઘરનાં બધાંનું ધ્યાન રાખે છે. મારી મમ્મી ઘરમાં ના હોય તો મને ગમતું જ નથી.       

કૂતરો
કૂતરો પાલતું પ્રાણી છે.
કૂતરાનો રંગ સફેદ, કાળો, રાતો, કે કાબરચીતરો હોય છે.
કૂતરાને ચાર પગ, બે કાન, બે આંખ અને એક વાંકી પૂંછડી હોય છે.
કૂતરો રોટલો, રોટલી અને દૂધ ખાય છે.
કૂતરાના બચ્ચાને ગલુડિયું કે કુરકુરિયું કહે છે.
કૂતરો વફાદાર પ્રાણી છે. તે ઘરની ચોકી કરે છે. રાતે કોઇ અજાણી  વ્યક્તિ આવે તો તે ભસે છે.કૂતરો પગલાં સૂંઘીને ચોરની ભાળ મેળવી આપવાનું પણ કામ કરે છે. આથી પોલીસદળમાં કૂતરા પાળવામાં આવે છે.
કેટલાક લોકો શોખ ખાતર કૂતરા પાળે છે. તેને રાજુ, ટૉમી, મોતી   જેવાં લાડલાં નામોથી બોલાવે છે. શિકારીઓ અને ખેડૂતો પણ કૂતરા પાળે છે. કૂતરો તેના માલિકને જોઇને ખુશ થાય છે. તે પૂંછડી પટપટાવે છે અને તેના માલિકના પગ ચાટે છે.
          કૂતરો વફાદાર અને પ્રેમાળ પ્રાણી છે.

કાગડો

કાગડો ઘર આગણાંનું પક્ષી છે.
કાગડાનો રંગ કાળો હોય છે.
કાગડાને બે પાંખો, બે આંખો અને બે પગ હોય છે.કાગડો   ઝાડની ઘટામાં માળો બાંધે છે.તેનો માળો ઢંગધડા વગરનો હોય છે. કોયલ તેના માળામાં ઇંડાં મૂકી જાય છે પણ તેની તેને ખબર પડતી નથી. તે કોયલનાં ઇંડાંને પોતાનાં ઇંડાં સમજીને સેવે છે. કાગડો દાણા, જીવડાં અને એંઠવાડ ખાય છે. કાગડો ખૂબ ચકોર હોય છે. તેને સહેલાઇથી પકડી શકાતો નથી. વળી તે આપણા હાથમાંથી ખાવાની વસ્તુ પડાવી જાય તો ખબરેય ન પડે. કાગડો કા ... કા ... બોલે છે. કાગડાની કર્કશ વાણી કોઇને સાંભળવી ગમતી નથી. કાગડાની જાત ખૂબ સંપીલી હોય છે. જ્યારે કોઇ આફત આવે ત્યારે બધા કાગડા ભેગા થઇ રોકકળ કરી મૂકે છે. ઘર ઉપર કાગડો બોલે તો મહેમાન આવે એવું લોકો માને છે.

મારો પરિચય

     મારું નામ ________ છે.
     મારા પિતાનું નામ _____________ છે.
     મારી માતાનું નામ _____________ છે.
     હું ______ ધોરણમાં ભણું છું.
     મારી શાળાનું નામ ઉંદરેલ પ્રાથમિક શાળા છે.    
મારે ____ ભાઇ છે. તેનું નામ _______ છે.
મારે _____ બહેન છે.
મને ______ બહુ ભાવે છે.
મને ___નો શોખ છે.
મને ______ ની રમત બહું ગમે છે.
મારા મિત્રનું નામ _______ છે.
હું મોટો થઇને ____ બનીશ.
              મને ભણવું બહુ ગમે છે.                 
હરણ
હરણ જંગલમાં રહે છે.
             હરણ બદામી રંગનું હોય છે. તેના શરીર પર સફેદ રંગનાં ટપકાં હોય છે.
        હરણને ચાર પાતળા પગ, બે કાન અને ટૂંકી પૂંછડી હોય છે. તેને વાંકાં મોટાં શિંગડા હોય છે. હરણ ઘાસ ખાય છે.
            હરણ ડરપોક પ્રાણી છે. તે હંમેશાં ટોળામાં જ રહે છે. સહેજ અવાજ થતાં કે શિકારીથી બચવા તે છલાંગ ભરતું ઝડપથી દોડવા માંડે છે. જંગલી પ્રાણીઓ હરણનો શિકાર કરે છે.
           હરણ પ્રાણીબાગમાં પણ જોવા મળે છે.
હાથી

હાથી કદાવર અને ભારે પ્રાણી છે.
           હાથી ઘેરા રાખોડી રંગનો હોય છે. હાથીને થાંભલા જેવા ચાર પગ અને સૂપડા જેવા બે કાન હોય છે.તેને લાંબી સૂંઢ અને બે દંતશૂળ હોય છે. સૂંઢ વડે તે ખોરાક લે છે અને પાણી પીએ છે. તેના દંતશૂળ ખુબ કિમતી હોય છે. તેમાંથી રમકડાં અને બંગડીઓ બને છે.
         હાથી ઘાસ અને પાંદડાં ખાય છે. હાથી જંગલમાં રહેનારું પ્રાણી છે. જૂના જમાનામાં હાથી પર અંબાડી મૂકીને રાજામહારાજાઓ સવારી કરતા. હાથીનો લડાઇમાં પણ ઉપયોગ થતો. હાથીના બચ્ચાને મદનિયું કહે છે. હાથીના રખેવાળને  મહાવત કહે છે.
હાથી સમજદાર પ્રાણી છે.


                                    
 

  

  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો