Powered By Blogger

બુધવાર, 18 એપ્રિલ, 2012

કહેવતો

1.     અક્કરમીનો પડીઓ કાંણો
2.     અક્કલ ઉધાર ન મળે
3.     અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર
4.     અચ્છોવાના કરવાં
5.     અજાણ્યા પાણીમાં ઊતરવું નહિ
6.     અજાણ્યો અને આંધળો બેઉ સરખા
7.     અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડાં ન ભરાય
8.     અતિ ચીકણો બહુ ખરડાય
9.     અતિ લોભ તે પાપનું મૂળ
10. અણીનો ચૂક્યો સો વરસ જીવે
11. અધૂરો ઘડો છલકાય ઘણો
12. અન્ન અને દાંતને વેર
13. અન્ન તેવો ઓડકાર
14. અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે ?
15. અવસરચૂક્યો મેહુલો શું કામનો ?
16. અવળા હાથની અડબોથ
17. અવળે અસ્ત્રે મુંડી નાખવો
18. અંગૂઠો બતાવવો
19. અંજળ પાણી ખૂટવા
20. અંધારામાં પણ ગોળ તો ગળ્યો જ લાગે
21. અંધારામાં તીર ચલાવવું
22. અંધેરી નગરી ગંડુ રાજા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો