Powered By Blogger

શુક્રવાર, 9 માર્ચ, 2012

આજનો સુવિચાર:- જે બીજાને જાણે તે શિક્ષિત છે, પણ પોતાને ઓળખે તે શિક્ષિત છે. — લાઓત્ઝે ચંદ્રશેખર આઝાદ


Dilipkumar undrel  pry.schoool





                                    

                                મોંઘા વતનનાં મોંઘા રતન ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદનો જન્મ મધ્યપ્રદેશના ભાવરા ગામમાં થયો હતો.નાનપણમાં પિતાએ ઠપકો આપતાં રિસાઇ,ઘરછોડી કાશી ગયા અને સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો.દરમિયાન અસહકારનું આંદોલન શરૂ થતાં પિકેટિંગમાં જોડાયા,પરંતુ અંતે ગાંધીજીની અહિંસા તેમને અનુકૂળ ન આવી.અભ્યાસ છોડી ચંદ્રશેખર ક્રાંતિકારી દળમાં જોડાયા.દળમાં એમણે મોટી જવાબદારી નિભાવી. નાણાંની ખેંચ ઊભી થઇ ત્યારે કારોરી ખાતે રેલધાડના પ્રસ્તાવને સમર્થન આપનાર તેઓ પ્રથમ હતા. સંગઠનશક્તિ તથા સાહસિક સ્વભાવને કારણે સૌના માનીતા થઇ ગયા અને વીરપુરુષોના એ નેતા બની ગયા. સરકારે તેમને પકડવા અથાગ પ્રયાસો કર્યા પણ આઝાદ આઝાદ જ રહ્યા.એમને પકડવા સરકારે હજારોના ઇનામો જાહેર કર્યાં હોવા છતાં,એની લાલચ ક્રાંતિદળમાં કદી કોઇને સ્પર્શી ન હતી.ક્રાંતિકારીઓના તાકાત ધીમે ધીમે તૂટવા લાગી હતી.એક દિવસ અલ્હાબાદના એક બાગમાં પોલીસોએ તેમને ઘેરી લીધા. તેમણે ત્રણ-ચાર પોલીસોને ઘાયલ કર્યા,પરંતુ લાગ્યું કે હવે અહીંથી છટકાશે નહીં એટલે છેલ્લી ગોળી પોતાના જ લમણામાં ઝીંકી ચિરશાંતિની ગોદમાં પોઢી ગયા.એ દિવસ હતો ઇ.સ.1931 ના ફેબ્રુઆરી માસની 27મી તારીખનો. ચંદ્રશેખરનું જીવન એટલે જવામર્દી અને ઝિંદાદિલીના જવલંત કથા. દુશ્મન કી ગોલિયોં કા હમ સામના કરેંગે,આઝાદ હી રહે હૈ,આઝાદ હી રહેંગે.

ગુરુવાર, 8 માર્ચ, 2012

નાના-મોટા સૌએ સમજવા જેવી વાત છે.


નાના-મોટા સૌએ સમજવા જેવી વાત છે.
* મા એ ઘરનું ઢાંકણ છેબાપ ઘરનું અસ્તિત્વ છે.
* મા પાસે આસું નો દરિયો છે.. બાપ પાસે સય્ંમનો ઘાટ છે.
* મા રડીને હૈયું હળવું કરે છે. બાપ સાંત્વાન આપીને હાશનો અનુભવે છે.
* કોઈ વાર દાઝી જવાય કે ઠેસ વાગે ત્યારે ..ઓહ! મા શબ્દો મ્હોમાંથી નીકળી જાય છે.પણ કોઈ મોટા અક્સ્માત થતાં ..ઓહ બાપરેબોલાઈ જલાય છે.
* પ્રેમથી રોજ જમાડાનારી માઆપણાને યાદ રહે છે.પણ આયુષ્યના ભાથાની સગવડ કરી આપનાર બાપ ને બહુ યાદ નથી કરતાં.
* કુટુંબમાં કોઈનું મૃત્યું થાય તો માતુરત રડી પડે છે,પણ પ્રસંગે -દુઃખ થવા છતાંય બાપ રડતો નથી કારણકે ..ઘરના સૌને આ કરૂણ પ્રસંગે બાપેજ હિં મત આપવાની છે.
*  પરીક્ષામાં પાસ થતાં દીકરાને જોઈ મા હરખખેલી થઈ નાચી ઉઠે છે, જ્યારે બાપ ખુશાલીમાં બજારમાં જઈ મીઠાઈ લઈ આવે છે ને આનંદની લ્હાણી કરે છે.
* મા દીકરી-દીકરાના ડ્રેસ માટે ખર્ચ કરતા ખચકાતી નથી પણ્. બાપાના ફાટેલા ગંજી લેઘા માટે પૈસા વાપરતી નથી.
* મા અને બાપ દરેક કુટુંબના અગત્યના સભ્યો છે. એમની હયાતી હોય ત્યારે ઘણાં એમને ભૂલી જાય છે પણ ગેરહાજરીહોય ત્યારે ઘણીવાર આંસુ સારતા હોય છે..તસ્તીર બનાવે.. યાદમાં કોઈ ઈમારત..મર્યા પછીની પોકશા કામની!!


શબ્દ સમૂહ માટે એક શબ્દ


1.જેમાંથી વસ્તુ ખુટે નહિ તેવું પાત્ર – અક્ષયપાત્ર
2. વૃદ્રાવસ્થા કે મૃત્યુ અ આવે તેવું – અજરાઅમર
3.જીતી ન શકાય તેવું - અજેય
4.સાચવી રાખવા સોંપેલી વસ્તુ - અનામત
5.મટકું માર્યા વગર – અનિમેષ
6. કોઇની સાથે સરખાવી શકાય નહિ તેવું – અનુપમ
7.પહેલાં કદી ન બન્યું હોય તેવું – અપૂર્વ
8.   કદી પણ  ન બની શકે  તેવું – અસંભવિત
9.  પોતાના વખાણ પોતે કરવાં તે – આત્મશ્લાઘા
10. આંખ આગળ ખડું થઇ જાય તેવું – આબેહૂબ
11.લેખકે ધારણ કરેલું બીજું નામ – ઉપનામ , તખલ્લુસ
12. એકબીજામાં ભળી ગયેલ – ઓતપ્રોત
13.અશુભ સમાચારનો પત્ર – કાળોતરી
14. જે પત્ની મેળવી શક્યા નથી તે  - વાંઢો
15.ઉપકાર ઉપર અપકાર કરનાર – કૃતઘ્ન
16.કરેલા ઉપકારને જાણનાર – કૃતજ્ઞ
17.ચોમાસું પાક – ખરીફ પાક
18. શિયાળું પાક – રવી પાક
19.આકાશમાં ફરનાર – ખેચર
20.  જન્મથી પૈસાદાર – ગર્ભશ્રીમંત
21.ગામનો વહીવટ કરનારી સંસ્થા – ગ્રામપંચાયત
22.પકડેલી વાતને નહિ છોડનાર – જિદ્દી
23.બે જણાને લડાવી મારવાનું કામ – નારદવેડા
24.જેનું નામ લેવું પવિત્ર છે તે – પુણ્યશ્લોક
25.જેણે તહોમત મૂક્યું છે તે – વાદી, ફરિયાદી
26.જેના ઉપર તહોમત મુકાયુ છે તે – પ્રતિવાદી, આરોપી
27.જેની ત્રણ બાજુ પાણી હોય તેવો જમીનનો ભાગ - દ્રીપલ્પ
28.જરૂર જેટલું ખાનાર – મિતાહારી
29.કવિઓનું સંમેલન – મુશાયરો
30.પચ્ચીસ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – રજત મહોત્સવ
31.પચાસ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવસુવર્ણ મહોત્સવ
32.સાઠ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવહીરક મહોત્સવ / ષષ્ટીપૂર્તિ
33.સો વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવશતાબ્દી મહોત્સવ
34.સચોટ અસર થાય તેવું – રામબાણ
35.એકહથ્થુ સત્તાવાળો વહીવટ – સરમુખત્યારશાહી
36.હું ઊતરતો છું એવો ભાવ હોવો લધુતાગ્રંથિ
37.મરણ વખતનું ખતપત્ર વસિયતનામું
38.એક ચીજ આપીને બીજી લેવી તે વિનિમય
39.સારાનરસાને પારખવાની બુધ્ધિ વિવેકબુધ્ધિ
40.આકાશના પદાર્થોનું નિરીક્ષણ કરનારી શાળા વેધશાળા
41.ધર્મ કે સ્વદેશને ખાતર પોતાનું બલિદાન દેનાર શહીદ
42.વરઘોડામાં આવેલા માણસો સાજન
43.પથ્થર પર કોતરેલો લેખ શિલાલેખ
44.સ્મારક તરીકે ઊભો કરેલો પથ્થર ખાંભી, પાળિયો
45.એક જ માતાના પેટે જન્મેલ સહોદર
46.કુદરતી ઉપચાર દ્રારા રોગ નિવારણની પધ્ધતિ નિસર્ગોપચાર
47.ઝીણી વસ્તુઓને દેખાડનાર સૂક્ષ્મદર્શક
48.કામ કર્યા વગર બદલો મેળવનાર હરામખોર
49.ટચલી આંગળી પાસેની આંગળી અનામિકા
50.શું કરવું કે કહેવું ન સૂઝે તેવું દિગ્મૂઢ
51.દિવસનો કાર્યક્રમ દિનચર્યા
52.ત્રણ કલાકનો સમય પ્રહર
53.દેખાતો પાણીનો આભાસ મૃગજળ
54.આકાશ અને ધરતી મળે તે રેખા ક્ષિતિજ
55.કામધંધા વગરનો બેરોજગાર
56.છૂપી રીતે દાન કરવું તે ગુપ્તદાન
56.જેનો મોલ ન હોય તેવું અણમોલ
57.કોઇની સાથે તુલના ન થાય તેવું અનુપમ, અપ્રિતમ
58.મનને હરી લે તેવું મનોહર
59.સહન ન થાય તેવું અસહ્ય
60.તિથિ નક્કી કર્યા વિના આવનાર અતિથિ
61.જેનામાં દોષ નથી તે નિર્દોષ
62.વિધાર્થીઓને રહેવાનું સ્થળ છાત્રાલય
63.રથ ચલાવનાર માણસ સારથિ
64.ગાયોને રાખવાની જગ્યા  - ગૌશાળા
65.સાચવવા આપેલી વસ્તુ થાપણ
66.સાથે સફર કરનાર હમસફર

શાળાકીય પ્રોજેક્ટ-

શાળાકીય  પ્રોજેક્ટ- 
પ્રવૃત્તિનું નામ- કૉમ્પોસ્ટ ખાતર બનાવવું
* હેતુઓ *
 (૧) શાળાના બગીચા માટે
 (૨) જમીનની ફળદ્રુપતા જાળવવા માટે
 (૩) જમીનનું બંધારણ સુધારવા માટે
 (૪) વનસ્પતિમાં રોગનું પ્રમાણ ઘટાડવા માટે
 (૫) બગીચાનો નિભાવ ખર્ચ ઓછો કરવા માટે
 (૬) ગામલોકો કૉમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરે તે માટે
 (૭) બાળકોના શૈક્ષણિક કાર્યના ભાગ રુપે
 (૮) બિનઉપયોગી વનસ્પતિના અવશેષોનો ઉપયોગ કરવા માટે
 (૯) ગામલોકોના પાકઉત્પાદન વધારવા માટે


* રીત  *
*કૉમ્પોસ્ટ ખાતર બનાવવા ખેતપેદાશના દરેક  પ્રકારના છોડનો નકામો કચરો ભેગો કરવો.
*જમીન પર આશરે ૧૦ ફૂટ લાંબો, ૩ ફૂટ ઊંડો, ૬ ફૂટ પહોળો ખાડો બનાવવો.
*તે ખાડામાં ભેગા કરેલા કચરાનો આશરે ૮ થી ૧૦ સેમી જેટલો સ્તર પાથરો.
*તેમાં પાણી ઉમેરેલું તાજું છાણ, પ્રાણીઓનું મૂત્ર, જૂનું છાણિયું ખાતર અને રાખ મેળવી બનાવેલો રગડો દરરોજ એકથી બે વખત એકસરખી રીતે છાંટવો.
*આ પ્રમાણે દરરોજ કરવાથી ૬ થી ૭ દિવસમાં   ખાડો સંપૂર્ણ ભરાઇ જશે.
*સ્તરની સપાટી ભીની રાખવા પાણી છાંટતાં રહેવું.
*સડેલા કચરાને મહિનામાં એકવાર ઉપર તળે ફેરવવો. તેના ઉપર જૂનું છાણિયું ખાતર નાખવું.
*આ પધ્ધતિથી આશરે ૭૫ થી ૮૦ દિવસમાં ખાતર તૈયાર થઇ જશે.
*આ રીતે થયેલા ખાતરને કૉમ્પોસ્ટ ખાતર કહે છે.                  


ઉંદરેલ પ્રા.શાળા
તા:-દસ્ક્રોઇ
જિ:-અમદાવાદ

પ્રોજેક્ટ­­­- 1 બીજનું નિરીક્ષણ

  પ્રોજેક્ટ­­­- 1           બીજનું નિરીક્ષણ
*પધ્ધતિ: 
*અવલોકન
*શું જોઇએ? (એક ટુકડી માટે)
*વિવિધ પ્રકારના બીજ
*     (1) ઘઉંના બીજ: 20 નંગ    (2) ચણા : 30 નંગ     (3) મગ : 20  નંગ
  (4) વટાણા : 10 નંગ        (5) ખારી શીંગ :10 નંગ (6) વાલ :10 નંગ
  (7) બાજરો : 20 નંગ    
Ø     પ્લાસ્ટિકના ચા પીવાના (થોડા મજબૂત) કપ 10 નંગ
Ø     પ્લાસ્ટિકની પટ્ટી 15 cm લાંબી 1 નંગ
Ø     ફિલ્ટર પેપર
Ø     બિલોરી કાચ- 1
Ø     પાણી ભરેલ ડોલ
Ø     ટમલર
Ø     માટી
*    લક્ષ્ય જૂથ : 50
*     નોંધ :બીજની પ્રવૃત્તિ બાળકોની ટુકડીમાં કરવી, જેથી કુલ સામગ્રી 1 જૂથ માટે જોઇશે.
*    સમયગાળો : 45 મિનિટ
*    શું કરશો ? બાળકો આપેલ બીજનું નિરીક્ષણ કરશે. તેનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપશે.
*
(1)     ક્યા-ક્યા બીજમાં વચ્ચે ઊભી ખાંચ દેખાય છે?
(1)__________________________________________________________________________________________________________________________
____________________________________________________________                                                                                                       



બીજની વાવણી કર્યા પછીનું અવલોકન                               ઊગાડ્યા પછીનો દિવસ -       વાવેલા બીજનું અવલોકન કોષ્ટક


દિવસ
કેટલા બીજ        ઊગ્યાં ?
બીજ બહાર          આવ્યું ?
ઊભેલા છોડની       ઊંચાઇ
પાંદડાની સંખ્યા
કપ-1






કપ-2




કપ-3




કપ-4




કપ-5




કપ-6




કપ-7




કપ-8




કપ-9




કપ-10




પ્રોજેક્ટ- 2
§        પ્રવૃત્તિનું નામ: નાના જીવજંતુનું અવલોકન કરવું                                              
§         જીવજંતુ પકડવા માટેનું સાધન પોચર
     આકૃતિ- 








 તમે પકડેલ જીવોના અવલોકનથી નીચેનો કોઠો ભરો:

























































પ્રોજેક્ટ- 3
·       પ્રવૃત્તિનુંનામ- પાણીના સ્ત્રોત, સંચયની રીતો અને વ્યય.
·       હેતુઓ(1) આસપાસના પાણીના સ્ત્રોત વિશે જાણે.
·         (2) વિસ્તાર આધારિત જળસંચયની વિવિધ રીતો વિશે જાણે.
            (3) જળસંચયથી થતા ફાયદાઓ વિશે જાણે.
            (4) જે-તે વિસ્તારમાં ઉપયોગમાં લેવાતી પાણીના શુદ્ધિકરણની
                રીતો વિશે જાણે.
            (5) પાણીના શુદ્ધિકરણની ઘરેલું રીતો વિશે જાણે.
                   (6) આસપાસના થતા પાણીના વ્યય વિશે જાણે.
            (7) પાણીનો વ્યય અટકાવવાની રીતો વિશે જાણે.
            (8) દિવસ દરમિયાન વ્યક્તિ દીઠ વપરાતા પાણીના અંદાજિત                  
                જથ્થા વિશે જાણે
            (9) પાણીનું મહત્વ જાણે.
·       પ્રશ્નો:    (1) તમારા વિસ્તારના પાણીના મુખ્ય સ્ત્રોતો ક્યા-ક્યા છે ?
·         (2) તમારી આસપાસ ઉપયોગમાં લેવાતી જળસંચયની રીતો વિશે 
                જણાવો.
            (3) જળસંચયની કઇ રીત તમને વધારે સારી લાગી ? કેમ ?
            (4) જાહેર સ્થળોએ થતા પાણીના વ્યય વિશે જણાવો.
o      મુલાકાત લીધેલ વ્યક્તિની માહિતી:
(1)            નામ:
(2)            ઉંમર:
(3)            અભ્યાસ:
(4)            વ્યવસાય:
(5)            નિવાસ સ્થાનનો વિસ્તાર:

    
o            તારણો: પ્રોજેક્ટ કાર્ય કરેલ વિસ્તારના જળના સ્રોતો, સંચય અને વ્યય
       વિશેના તારણો નોંધો.
     (1) પાણીના વિવિધ સ્રોતો:_____________________________________
       _____________________________________________________
   (2) જળસંચયની વિવિધ રીતો:_________________________________
      ______________________________________________________
   (3) જળસંચયના ફાયદા: _____________________________________
      ______________________________________________________
   (4) શુધ્દ્દિકરણની રીતો :______________________________________
      ______________________________________________________
   (5) શુધ્દ્દિકરણની ઘરેલું રીતો:__________________________________
      ______________________________________________________
   (6) પાણીનાં વ્યય થવાના કારણો:_______________________________
      ______________________________________________________
   (7) પાણીનો વ્યય અટકાવવાની રીતો: ___________________________
     _______________________________________________________
   (8) વ્યક્તિ દીઠ વપરાતા પાણીનો જથ્થો (પ્રતિ દિન)_________________
    _______________________________________________________
   (9) જળનું મહત્વ:___________________________________________
    _______________________________________________________
    _______________________________________________________
   સૂચનો: પાણીનો વ્યય અટકાવવાના રચનાત્મક સૂચનો: