Powered By Blogger

શનિવાર, 21 એપ્રિલ, 2012

વાર્તા

પાકી દોસ્તી

                      જમકું નામની નદી કિનારે એક સુંદર વન. તેમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. તેમાં એક ઝેન્થીન નામે સિંહ રહેતો. ખૂબ પૈસાદાર . તેનો વિશાળ મહેલ,તેમાં થીયેટર,લાઈબ્રેરી ,સ્વીમીંગ પુલ,....બધું જ.તેને ક્યારેય અભિમાન ન થતું.તેનો જીગરજાન મિત્ર ચિરાગ નામે વાઘ .તમને દોસ્તો નવાઈ થશે કે ચિરાગ ઝેન્થીનની જેમ પૈસાદાર ન હતો.તેને રહેવા એક નાનો ઓરડો.પરંતુ સિંહ અને વાઘ વચ્ચે ક્યારેય ઝગડો કે ભેદભાવ ન થતા.
                   
એક દિવસ ઝેન્થીને ઇલેક્ટ્રિક કાર ખરીદી.તેની ખુશીમાં ઝેન્થીન અને ચિરાગ ફરવા ગયા.એક ઈમ્પિરીયલ પેલેસમાં .ત્યાના માલિક હેતન હાથીએ બન્નેને આવકાર્યાં.બંનેએ ચાઇનીઝ જમ્યું.અને પોતાના સ્વીટ હોમ આવવા નીકળ્યા.બંનેએ રસ્તામાં જોયું કે એક મોર રસ્તા પર દર્દથી પીડાતો હતો.તરત ચિરાગે કારમાં બેસાડી ડો.શુભમ ચિમ્પાન્ઝી પાસે લઇ ગયો.મોર નું દર્દ ઓછું થયું.અને તેણે આભાર માન્યો.નામ હતું એનું મિત.તેણે કહ્યું,'દોસ્ત,જયારે કઈ પણ મુશ્કેલી આવે ત્યારે મને યાદ કરજો,હું આવી જઈશ.'....સુખમાં દિવસો વિતતા હતા....
                   
એક દિવસ ચિરાગે ઝેન્થીનને કહ્યું,'દોસ્ત,મારે હવે બાજુના વનમાં જવું છે.મારી કારકિર્દી ઘડું.' બંને અશ્રુભેર છૂટા પડ્યા..
                 
૨-૩ વર્ષ વીતી ગયા..ચોમાસાની ઋતુ હતી, ખૂબ જ વરસાદ પડ્યો.જમકું નદીમાં ભારે પૂર આવ્યું. પ્રાણીઓના ઘરની તમામ વસ્તુઓ તણાવા લાગી,નાના નાના પ્રાણીઓ પણ..ઝેન્થીનના ઘરની ચીજ  પણ..તે પણ તણાવા લાગ્યો,,,ત્યાં તો ચિરાગ વાઘ પોતાનું હોવરક્રાફ્ટ લઇ આવી પહોચ્યો.કેટલાય પ્રાણીઓને બચાવ્યા.
                   
હજુ તો કેટલાય પ્રાણી ફસાયા હતા.ત્યાં તો ઝેન્થીનને મિત મોર યાદ આવ્યો.એટલી જ વાર માં મિત પોતાનું હેલીકોપ્ટર લઇ આવી પહોચ્યો.તેમાં બેસાડી પ્રાણીઓને બચાવ્યા.મીતની સાથે તેનો મિત્ર ગોપી ગરુડ પોતાનું સુપરસોનિક વિમાન લઇ મદદ કરવા આવી ગયેલ...આમ બધા પ્રાણીઓ બચી ગયા..અને એક યક્ષવનમાં બધા મિત્રો આનંદથી રહેવા લાગ્યા...


 *
મુશ્કેલીમાં મદદે આવે એ જ ખરો દોસ્ત...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો