Powered By Blogger

શનિવાર, 21 એપ્રિલ, 2012

મહાન વિભૂતિઓ

વિક્રમ અંબાલાલ સારાભાઇ
Vikram Sarabhai.jpg
ડૉ. વિક્રમ સારાભાઇ
જન્મની વિગત
૧૨ ઓગસ્ટ,૧૯૧૯
અમદાવાદ, ગુજરાત
મૃત્યુની વિગત
૩૦ ડિસેમ્બર, ૧૯૭૧
થિરુવન્નથપુરમ 
માં કોવલમ, કેરાલા
રાષ્ટ્રીયતા
ભારતીય
અભ્યાસ
પી.એચ.ડી.
વ્યવસાય
વૈજ્ઞાનીક
કાપડ અને દવાનો કૌટુંબીક વ્યવસાય
વતન
ખિતાબ
ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના પિતા
પદ્મભૂષણ
પદ્મવિભૂષણ
જીવનસાથી
મૃણાલીની સારાભાઇ
સંતાન
કાર્તિકેય - મલ્લિકા
માતા-પિતા
સરલા - અંબાલાલ સારાભાઇ
 
 
સરદાર વલ્લભભાઇ 
 
 
                     સરદાર વલ્લભભાઇ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. સરદાર વલ્લભભાઇ પટેલ એક અજોડ પ્રતિભા હતા. 

                      
આપણા લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી. કેમકે તેમને  જે અમુલ્ય યોગદાન આપ્યુ છે આપણા દેશ માટે તેને આપણી કેવી રીતે ભુલી શકીએ! સરદાર વલ્લભભાઇ પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓખવામાં આવે છે. તેઓનો જન્મ ગુજરાતમાં નડિયાદના એક સામાન્ય ખેડુતના ઘરમાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. તેમના માતાનું નામ લાડબાઇ અને  પિતા નું નામ ઝવેર ભાઇ હતું. વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં જ લીધું હતું. ત્યાર બાદ તેઓ 1910માં વકીલાત માટે ઇગ્લેંડ ગયાં હતાં. 1913માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા. હતા. ત્યાર બાદ તેઓ ગાંધીજીથી પ્રભાવીત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયા હતા. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો. 

                    
વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. તેથી તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યાં હતાં. જ્યારે 1928માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાંખ્યો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં અને તે ટેક્સ ભરવાની મનાઇ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો. તેથી સરકારે વલ્લભભાઇને અને ખેડૂતોને પણ જેલમાં પુરી દીધા હતાં. ત્યારથી ગાંધીજીએ તેમને 'સરદાર'નું બીરુદ આપ્યુ હતું. 

                       1930 
માં જ્યારે ગાંધીજીએ મીઠા માટે સત્યાગ્રહ કર્યો હતો. ત્યારે તેમાં પણ વલ્લભભાઇ તેમની સાથે હતા. 1942માં ગાંધીજીએ 'ભારત છોડો' આંદોલન શરૂ કર્યું ત્યારે પણ બ્રીટીશ સરકારની વિરુધ્ધ વલ્લભભાઇ તેમની સાથે હતા તેથી બ્રીટીશ સરકારે ગાંધીજી, જવાહરલાલ સહિત વલ્લભભાઇને પણ જેલમાં પુરી દીધા હતાં. તેઓ પોતાના દેશ માટે ઘણી વખત જેલમાં ગયાં હતા. તેઓ જ્યારે જેલમાં હતા તે સમયે જ તેઓના માતા પિતાનું મૃત્યું થઈ ગયું હતું છતાં પણ તેઓ સહેજ પણ નહોતા ડગ્યા. 

                સરદાર વલ્લભભાઇ મૃત્યું 1950માં ડીસેમ્બરમાં બોમ્બેમાં થયું હતું. તે સમયે જાણે કે ગુજરાતને કોઇ મહાન યોધ્ધો ગુમાવ્યો હોય તેટલો આધાત લાગ્યો હતો. ગુજરાતમાં આવા મહાન પુરૂષો પહેલા પણ હતાં અને આજે પણ છે અને હંમેશા થતા આવશે. પણ બીજા સરદાર વલ્લભભાઇ પટેલ ક્યારે મળશે તે ખબર નથી. આવા મહાનુભવોને લીધે જ આજે ગુજરાતનો જયજયકાર થઈ રહ્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો