Powered By Blogger

ગુરુવાર, 8 માર્ચ, 2012

શાળાકીય પ્રોજેક્ટ-

શાળાકીય  પ્રોજેક્ટ- 
પ્રવૃત્તિનું નામ- કૉમ્પોસ્ટ ખાતર બનાવવું
* હેતુઓ *
 (૧) શાળાના બગીચા માટે
 (૨) જમીનની ફળદ્રુપતા જાળવવા માટે
 (૩) જમીનનું બંધારણ સુધારવા માટે
 (૪) વનસ્પતિમાં રોગનું પ્રમાણ ઘટાડવા માટે
 (૫) બગીચાનો નિભાવ ખર્ચ ઓછો કરવા માટે
 (૬) ગામલોકો કૉમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરે તે માટે
 (૭) બાળકોના શૈક્ષણિક કાર્યના ભાગ રુપે
 (૮) બિનઉપયોગી વનસ્પતિના અવશેષોનો ઉપયોગ કરવા માટે
 (૯) ગામલોકોના પાકઉત્પાદન વધારવા માટે


* રીત  *
*કૉમ્પોસ્ટ ખાતર બનાવવા ખેતપેદાશના દરેક  પ્રકારના છોડનો નકામો કચરો ભેગો કરવો.
*જમીન પર આશરે ૧૦ ફૂટ લાંબો, ૩ ફૂટ ઊંડો, ૬ ફૂટ પહોળો ખાડો બનાવવો.
*તે ખાડામાં ભેગા કરેલા કચરાનો આશરે ૮ થી ૧૦ સેમી જેટલો સ્તર પાથરો.
*તેમાં પાણી ઉમેરેલું તાજું છાણ, પ્રાણીઓનું મૂત્ર, જૂનું છાણિયું ખાતર અને રાખ મેળવી બનાવેલો રગડો દરરોજ એકથી બે વખત એકસરખી રીતે છાંટવો.
*આ પ્રમાણે દરરોજ કરવાથી ૬ થી ૭ દિવસમાં   ખાડો સંપૂર્ણ ભરાઇ જશે.
*સ્તરની સપાટી ભીની રાખવા પાણી છાંટતાં રહેવું.
*સડેલા કચરાને મહિનામાં એકવાર ઉપર તળે ફેરવવો. તેના ઉપર જૂનું છાણિયું ખાતર નાખવું.
*આ પધ્ધતિથી આશરે ૭૫ થી ૮૦ દિવસમાં ખાતર તૈયાર થઇ જશે.
*આ રીતે થયેલા ખાતરને કૉમ્પોસ્ટ ખાતર કહે છે.                  


ઉંદરેલ પ્રા.શાળા
તા:-દસ્ક્રોઇ
જિ:-અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો