Powered By Blogger

ગુરુવાર, 8 માર્ચ, 2012

માઁ

માઁ
1.બચપણના આઠ વર્ષ આંગળી પકડીને જે મા-બાપ,તને સ્કૂલે લઇ ગયા
2.એ મા-બાપને ઘડપણના,હાથ આઠ વર્ષ ઝાલીને મંદિરે લઇ જજે.
3.મા-બાપને સોને ન મઢાય તો ચાલે, હીરલે ન જડાય તોય ચાલે, પણ મા-બાપની આંતરડી તો ન જ કકળાવાય.
4.જે દિકરાઓના જન્મ વખતે મા-બાપે પૈંડા વહેચ્યાં, એજ દિકરાઓએ મોટા થઇને મા-બાપને વહેચ્યાં.
5.મા અને ક્ષમા બંને એક છે, કેમકે, માફી આપવામાં બંને નેક છે.
6.મા-બાપની આંખમાં બે પ્રસંગે આસું આવે છે, દીકરી ઘર છોડે ત્યારે (૨) દિકરો તરછોડે ત્યારે
7.ઘર મોટા હોવાથી નથી ભેગું રહેવાતું ? મન મોટા હોય તો રહેવાય છે.
8.મા-બાપે આપેલો સાચો વારસો પૈસો નહી,પણ પ્રામાણિકતા અને પવિત્રતા છે.
9.બચપણમાં જેણે તમને પાળ્યા,ઘડપણમાં એના હૈયા બાળ્યા, તો યાદ રાખજો, તમારા ભાગ્ય પરવાર્યા.
10.ઘરમાં ઘરડા મા-બાપને સાચવે નહી અને ઘરડા ઘરમાં, ડોનેશનમાં આપે જીવદયામાં રૂપિયા લખાવે, એને જીવદયાપ્રેમી કહેવા તે જીવદયાનું અપમાન છે.
11.૪ વર્ષનો તારો બાબલો જો તારા પ્રેમને ઇચ્છે છે, તો ૮૦ વર્ષના તારા મા-બાપ તારો પ્રેમ કેમ ન ઇચ્છે ?






*   મા *

*મુખથી બોલું મા ત્યારે સાચે જ બચપન સાંભરે, પછી મોટપણની મજા કડવી લાગે કાગડા કવિ કાગ
*તારું સ્વર્ગ તારી માતાના ચરણોની નીચે છે. હજરત મહમદ   પયગંબર
*માતા કદી મરતી નથી અને બાળક કદી મોટો થતો નથી. બેફામ
*માતા અને જન્મભૂમિ સ્વર્ગથી મહાન છે.
*માનવે ઇશ્વરને પૃથ્વી પર અવતરવા પ્રાર્થના કરી અને ઇશ્વરે માને મોકલી આપી. બુલ્વર બ્રિટન

*માએ સ્વાર્થ રહિત સ્નેહની જીવંત મૂર્તિ છે. સ્વદેશ
*એક પલ્લામાં મારી મા મૂકો અને બીજા પલ્લામાં આખું જગત મૂકો, તો મારી મા વાળું પલ્લું નીચું નમશે. લોર્ડ લેનાડેઇલ
*જે કર ઝૂલાવે પારણું, તે જગ પર કરે શાશન. વાલેસ
*ઉપર જિસકા અંત નહિ ઉસે આસમાન કહતે હૈ; જહાં મે જિસકા અંત નહિ  ઉસે મા કહતે હૈ.   


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો