ગુરુવાર, 8 માર્ચ, 2012

નાના-મોટા સૌએ સમજવા જેવી વાત છે.


નાના-મોટા સૌએ સમજવા જેવી વાત છે.
* મા એ ઘરનું ઢાંકણ છેબાપ ઘરનું અસ્તિત્વ છે.
* મા પાસે આસું નો દરિયો છે.. બાપ પાસે સય્ંમનો ઘાટ છે.
* મા રડીને હૈયું હળવું કરે છે. બાપ સાંત્વાન આપીને હાશનો અનુભવે છે.
* કોઈ વાર દાઝી જવાય કે ઠેસ વાગે ત્યારે ..ઓહ! મા શબ્દો મ્હોમાંથી નીકળી જાય છે.પણ કોઈ મોટા અક્સ્માત થતાં ..ઓહ બાપરેબોલાઈ જલાય છે.
* પ્રેમથી રોજ જમાડાનારી માઆપણાને યાદ રહે છે.પણ આયુષ્યના ભાથાની સગવડ કરી આપનાર બાપ ને બહુ યાદ નથી કરતાં.
* કુટુંબમાં કોઈનું મૃત્યું થાય તો માતુરત રડી પડે છે,પણ પ્રસંગે -દુઃખ થવા છતાંય બાપ રડતો નથી કારણકે ..ઘરના સૌને આ કરૂણ પ્રસંગે બાપેજ હિં મત આપવાની છે.
*  પરીક્ષામાં પાસ થતાં દીકરાને જોઈ મા હરખખેલી થઈ નાચી ઉઠે છે, જ્યારે બાપ ખુશાલીમાં બજારમાં જઈ મીઠાઈ લઈ આવે છે ને આનંદની લ્હાણી કરે છે.
* મા દીકરી-દીકરાના ડ્રેસ માટે ખર્ચ કરતા ખચકાતી નથી પણ્. બાપાના ફાટેલા ગંજી લેઘા માટે પૈસા વાપરતી નથી.
* મા અને બાપ દરેક કુટુંબના અગત્યના સભ્યો છે. એમની હયાતી હોય ત્યારે ઘણાં એમને ભૂલી જાય છે પણ ગેરહાજરીહોય ત્યારે ઘણીવાર આંસુ સારતા હોય છે..તસ્તીર બનાવે.. યાદમાં કોઈ ઈમારત..મર્યા પછીની પોકશા કામની!!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો