બુધવાર, 2 મે, 2012

વૈજ્ઞાનિકો

એલેકઝાન્ડર ફ્લેમિંગ

                        એલેકઝાન્ડરનું મૂળ વતન સ્કોટલૅન્ડ હતું. તેમણે  દાક્તરીવિદ્યાનો અભ્યાસ કર્યો હતો.   તેમણે    પેનિસિલયમ નોટેટમ નામની દવા શોધી હતી. પેનિસિલન દવાથી રોગના જંતુઓ ઘડીના છ્ઠ્ઠા ભાગમાં મરી જાય છે.   ૧૯૪૪ માં ડૉ. ફ્લેમિંગને તો જગતનું મોટામાં મોટું ઇનામ નોબેલ પ્રાઇઝ પણ મળ્યું.
પ્રશ્નો:- 
(૧) એલેકઝાન્ડરનું મૂળ વતન ક્યું હતું ?
(૨) એલેકઝાન્ડરે શાનો અભ્યાસ કર્યો હતો ?
(૩) એલેકઝાન્ડરે કઇ દવાની શોધ કરી હતી ?
(૪) એલેકઝાન્ડરને ક્યું ઇનામ મળ્યું હતું ? 

સર આઇઝેક ન્યૂટન
                સર આઇઝેક ન્યૂટનનો જન્મ ઇગ્લૅન્ડના એક નાનકડા ગામમાં સને ૧૬૪૨ માં થયો હતો. ન્યૂટને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી. ન્યૂટને પ્રકાશ સંબંધી ઘણી અગત્યની શોધો કરી. સૂર્યનો સફેદ પ્રકાશ જુદા જુદા સાત રંગનો બનેલો હોય છે એવી શોધ પણ એમણે જ કરેલી. ન્યૂટને ગણિત તથા વિજ્ઞાન વિષયના ઘણાં પુસ્તકો લખ્યાં. તેમણે ટંકશાળના મુખ્ય અધિકારી તરીકે સિક્કાની બનાવટમાં ઘણો સુધારો કર્યો.
પ્રશ્નો:- 
(૧) ન્યૂટનનો જન્મ ક્યાં થયો હતો ?
(૨) ન્યૂટને કઇ કઇ શોધો કરી ?
(૩) ન્યૂટને કયાં વિષયના પુસ્તકો લખ્યા ?
(૪) ટંકશાળના મુખ્ય અધિકારી તરીકે તેમણે ક્યું કામ કર્યું ?  
                                   
                                       જૅમ્સ વૉટ
               જૅમ્સ વૉટ બાળપણથી જ ચબરાક અને ચપળ હતો. તેણે ઉકળતા પાણીની વરાળથી કીટલીનું ઢાંકણ ઝડપથી ઊઘડી જતું હતું તેના અવલોકનથી વરાળશક્તિની શોધ કરી. તેના ઊપરથી જૅમ્સે મોટા થઇ સૌ પ્રથમ વરાળયંત્ર બનાવ્યું. વરાળથી ચાલતું એન્જિન બનાવી આગગાડી આપણને ભેટ આપી કોઇપણ યંત્રની શક્તિ તેના હૉર્સપાવરમાં જ મપાય તે શોધી કાઢ્યું
       આમ, વરાળયંત્ર તથા વરાળશક્તિનું હૉર્સપાવરમાં માપ દાખવનાર આ કિશોર હતો જૅમ્સ વૉટ.
પ્રશ્નો:- 
(૧) જૅમ્સ વૉટે વરાળશક્તિની શોધ કેવી રીતે કરી ?
(૨) જૅમ્સ વૉટે કઇ કઇ શોધો કરી ?
(૩) વરાળશક્તિ શામાં મપાય છે ?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો