Powered By Blogger

ગુરુવાર, 8 માર્ચ, 2012

શબ્દ સમૂહ માટે એક શબ્દ


1.જેમાંથી વસ્તુ ખુટે નહિ તેવું પાત્ર – અક્ષયપાત્ર
2. વૃદ્રાવસ્થા કે મૃત્યુ અ આવે તેવું – અજરાઅમર
3.જીતી ન શકાય તેવું - અજેય
4.સાચવી રાખવા સોંપેલી વસ્તુ - અનામત
5.મટકું માર્યા વગર – અનિમેષ
6. કોઇની સાથે સરખાવી શકાય નહિ તેવું – અનુપમ
7.પહેલાં કદી ન બન્યું હોય તેવું – અપૂર્વ
8.   કદી પણ  ન બની શકે  તેવું – અસંભવિત
9.  પોતાના વખાણ પોતે કરવાં તે – આત્મશ્લાઘા
10. આંખ આગળ ખડું થઇ જાય તેવું – આબેહૂબ
11.લેખકે ધારણ કરેલું બીજું નામ – ઉપનામ , તખલ્લુસ
12. એકબીજામાં ભળી ગયેલ – ઓતપ્રોત
13.અશુભ સમાચારનો પત્ર – કાળોતરી
14. જે પત્ની મેળવી શક્યા નથી તે  - વાંઢો
15.ઉપકાર ઉપર અપકાર કરનાર – કૃતઘ્ન
16.કરેલા ઉપકારને જાણનાર – કૃતજ્ઞ
17.ચોમાસું પાક – ખરીફ પાક
18. શિયાળું પાક – રવી પાક
19.આકાશમાં ફરનાર – ખેચર
20.  જન્મથી પૈસાદાર – ગર્ભશ્રીમંત
21.ગામનો વહીવટ કરનારી સંસ્થા – ગ્રામપંચાયત
22.પકડેલી વાતને નહિ છોડનાર – જિદ્દી
23.બે જણાને લડાવી મારવાનું કામ – નારદવેડા
24.જેનું નામ લેવું પવિત્ર છે તે – પુણ્યશ્લોક
25.જેણે તહોમત મૂક્યું છે તે – વાદી, ફરિયાદી
26.જેના ઉપર તહોમત મુકાયુ છે તે – પ્રતિવાદી, આરોપી
27.જેની ત્રણ બાજુ પાણી હોય તેવો જમીનનો ભાગ - દ્રીપલ્પ
28.જરૂર જેટલું ખાનાર – મિતાહારી
29.કવિઓનું સંમેલન – મુશાયરો
30.પચ્ચીસ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – રજત મહોત્સવ
31.પચાસ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – સુવર્ણ મહોત્સવ
32.સાઠ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – હીરક મહોત્સવ / ષષ્ટીપૂર્તિ
33.સો વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – શતાબ્દી મહોત્સવ
34.સચોટ અસર થાય તેવું – રામબાણ
35.એકહથ્થુ સત્તાવાળો વહીવટ – સરમુખત્યારશાહી
36.હું ઊતરતો છું એવો ભાવ હોવો – લધુતાગ્રંથિ
37.મરણ વખતનું ખતપત્ર – વસિયતનામું
38.એક ચીજ આપીને બીજી લેવી તે – વિનિમય
39.સારાનરસાને પારખવાની બુધ્ધિ – વિવેકબુધ્ધિ
40.આકાશના પદાર્થોનું નિરીક્ષણ કરનારી શાળા – વેધશાળા
41.ધર્મ કે સ્વદેશને ખાતર પોતાનું બલિદાન દેનાર – શહીદ
42.વરઘોડામાં આવેલા માણસો – સાજન
43.પથ્થર પર કોતરેલો લેખ – શિલાલેખ
44.સ્મારક તરીકે ઊભો કરેલો પથ્થર – ખાંભી, પાળિયો
45.એક જ માતાના પેટે જન્મેલ – સહોદર
46.કુદરતી ઉપચાર દ્રારા રોગ નિવારણની પધ્ધતિ – નિસર્ગોપચાર
47.ઝીણી વસ્તુઓને દેખાડનાર – સૂક્ષ્મદર્શક
48.કામ કર્યા વગર બદલો મેળવનાર – હરામખોર
49.ટચલી આંગળી પાસેની આંગળી – અનામિકા
50.શું કરવું કે કહેવું ન સૂઝે તેવું – દિગ્મૂઢ
51.દિવસનો કાર્યક્રમ – દિનચર્યા
52.ત્રણ કલાકનો સમય – પ્રહર
53.દેખાતો પાણીનો આભાસ – મૃગજળ
54.આકાશ અને ધરતી મળે તે રેખા – ક્ષિતિજ
55.કામધંધા વગરનો – બેરોજગાર
56.છૂપી રીતે દાન કરવું તે – ગુપ્તદાન
56.જેનો મોલ ન હોય તેવું – અણમોલ
57.કોઇની સાથે તુલના ન થાય તેવું – અનુપમ, અપ્રિતમ
58.મનને હરી લે તેવું – મનોહર
59.સહન ન થાય તેવું – અસહ્ય
60.તિથિ નક્કી કર્યા વિના આવનાર – અતિથિ
61.જેનામાં દોષ નથી તે – નિર્દોષ
62.વિધાર્થીઓને રહેવાનું સ્થળ – છાત્રાલય
63.રથ ચલાવનાર માણસ – સારથિ
64.ગાયોને રાખવાની જગ્યા  - ગૌશાળા
65.સાચવવા આપેલી વસ્તુ – થાપણ
66.સાથે સફર કરનાર – હમસફર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો